મનપાની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્કિંગ મામલે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી

ઢેબર રોડ પર આવેલા મહાનગરપાલિકા ના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા બાબતે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ભગવતીપરાના શખ્સ અને તેના સાગરીતે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતા…

ઢેબર રોડ પર આવેલા મહાનગરપાલિકા ના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા બાબતે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ભગવતીપરાના શખ્સ અને તેના સાગરીતે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતા એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર રહેતા કૃષ્ણસિંહ મહાવીરસિંહ જાડેજા(ઉ.વ.42)એ ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતા અફૈઝ હનીફભાઈ ગોંડલીયા અને સરફરાઝનું નામ આપતા તેમની સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.કૃષ્ણસિંહે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,હું રાજકોટ મહાનગર પાલિકામાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવુ છું. અને હાલ રાજકોટ મહાનગર પાલિકામાં હાલ સુર ક્ષા શાખામાં એન્ક્રોચમેન્ટ રીમુવલ ઈન્સ્પેક્ટર(ઈ.આર.આઈ)તરીકે છેલ્લા બે મહીનાથી ફરજ બજાવું છું.

આજ રોજ તા.15/07ના મારી નોકરી રાજકોટ મહાનગર પાલિકામાં સુરક્ષા શાખા માં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આધાર કાર્ડ કેન્દ્ર પાસે વાહન પાર્કીંગમાં હતી તે દરમિયાન બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ગેટ નં-3 આધાર કાર્ડ કેન્દ્ર પાસે વાહન પાર્કીંગમાં અમો અમારી ફરજ પર હતા ત્યારે એક ઈસમ જેનું નામ અફૈઝ હનીફભાઈ ગોંડલીયા પોતાની બાઈક વ્યવસ્થિત રીતે પાર્કિંગ ના કરતા આ બાબતે અમોએ તેમને યોગ્ય રીતે બાઈક પાર્કીંગ કરવા જણાવ્યું હતું.જેથી આ અફૈઝ અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને અમોએ આ અફૈઝ સાથે વાત કરતા કહ્યું કે ભાઈ શું વાહન પાર્કીંગ બાબતે માથાકૂટ કરો છો? જે બાબતે પુછતા મારે કચેરીમાં થોડુ કામ છે પછી હું જ તો રહી એમ કહીને આ અફૈઝ ત્યાથી નિકળી ગયો, ત્યારબાદ આ અફૈઝ અને તેનો મિત્ર સરફરાજ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ રાજકોટ મહાનગર પાલિકાની કચેરી ખાતે આવીને બપોરના બનાવ બાબતે મારી સાથે માથાકુટ કરવા લાગ્યા હતા.

હું મારી પાર્કીંગની ફરજ પર હતો ત્યારે આ અલ્ફજે એકદમ ઉશ્કેરાઈને મને ધક્કો માર્યો જેથી હું પડતા-5ડતા રહી ગયો અને મારી સાથે સવારની પાર્કીંગ બાબતેની વાતનો ખાર રાખી ગેરવર્તન કરવા લાગેલ અને બોલાચાલી અને ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગેલ, અને ફરજમાં રૂૂકાવટ કરી હોય તો આ અફૈઝ હનીફભાઈ ગોંડલીયા અને સરફરાજને પોલીસે સકંજામાં લઇ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસના નરેશભાઈ શિયાળ અને સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *