નવાગામમાં બાઈક લઈ જતાં યુવાનને પીકઅપ વાનથી કચડી નાખવાનો પ્રયાસ

નવાગામ દિવેલિયાપરામાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો મૂળ ચોટીલાના મહીધર ગામનો ગભરૂૂ વિરજીભાઈ સાસકિયા (ઉ.વ.24) ઘર નજીક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ શૈલેષભાઈ…

નવાગામ દિવેલિયાપરામાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો મૂળ ચોટીલાના મહીધર ગામનો ગભરૂૂ વિરજીભાઈ સાસકિયા (ઉ.વ.24) ઘર નજીક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ શૈલેષભાઈ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી તે જ વિસ્તારમાં રહેતા પીકઅપ વાનના ચાલક નરેશ જીલુભાઈ ઠાકોર નામના શખ્સે તેને બાઇક સહિત હડફેટે લઈ ઇજા કરી, તેના બાઇક ઉપર પીકઅપ વાન ચડાવી દઇ, હત્યાનો પ્રયાસ કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં કરિયાદ નોંધાઈ છે.

ગભરૂૂએ પોલીસને જણાવ્યું કે તે, ત્રણ ભાઈ છે. ગઈ તા. 12નાં સાંજે તે તેના ઘરે ગયો ત્યારે માતાએ વાત કરી હતી કે તેનો મોટો ભાઈ શૈલેષ મિનિ ટ્રક ચલાવીને જતો હતો ત્યારે આરોપી નરેશ ઘર પાસેથી નીકળતા તેના પીકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

જેથી તે આ મુદ્દે આરોપીને સમજાવવા તેના ઘરે ગયો હતો. પરંતુ તે ઘરે હાજર ન હતો. ત્યારબાદ સાંજે તે બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે શેરીમાં પીકઅપ વાન સાથે ધસી આવેલા આરોપી નરેશે મારી નાખવાના ઈરાદે તેને બાઈક સહિત હડફેટે લેતાં નીચે પડી ગયો હતો. જ્યારે તેનું બાઈક વાન નીચે આવી ગયું હતું. એટલું જ નહીં આરોપીએ તેનું પીકઅપ વાન રિવર્સમાં ચલાવી હતી. જેના કારણે તે રસ્તા પરથી દૂર જતો રહ્યો હતો. આ સમયે આરોપીએ ફરી તેનું વાન પૂરપાટ વેગે ચલાવી રસ્તામાં પડેલા તેના બાઇક ઉપર ચડાવી, ત્યાંથી જતો રહ્યો હતો.

આ બનાવમાં તેને પગ અને હાથમાં ઇજા થતાં 108 મારફતે સિવિલમાં ખસેડાયો હતો.હાલ કુવાડવા રોડ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી નરેશ ઠાકોરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.આ મામલે પીઆઇ રજીયા અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે તેમજ આ ઘટનાના સીસીટીવી ફુટેઝ પણ વાયરલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *