શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા રીક્ષા ચાલક યુવાને સોરઠીયાવાડી સર્કલ નજીક માથાના દુ:ખાવાની વધુ પડતી ટીકડીઓ પી લેતાં તેને સારવારમાં ખસેડાયો છે. પત્ની અન્ય સાથે ભાગી જતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં વિજય રમેશભાઈ પરમાર (ઉ.28) નામના યુવાને આજે સવારે સોરઠીયાવાડી સર્કલ નજીક બેંક પાસે માથાના દુ:ખાવાની વધુ પડતી ટીકડી પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોંકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિજય રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. છ દિવસ પહેલા તેની પત્ની અન્ય સાથે ભાગી ગઈ હોય જેથી લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ તેની પત્ની ભાગી ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું.
