ઉનાના નાંદરખમાં દારૂનું વેચાણ રોકવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી, બે ઝડપાયા

ઉના તાલુકાના નાંદરખ ગામમાં દારૂૂનું વેચાણ બંધ કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ ઘટનામાં ફરજમાં રુકાવટ અને જાતિવાચક અપશબ્દો બોલવા બદલ મહિલાઓ…

ઉના તાલુકાના નાંદરખ ગામમાં દારૂૂનું વેચાણ બંધ કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ ઘટનામાં ફરજમાં રુકાવટ અને જાતિવાચક અપશબ્દો બોલવા બદલ મહિલાઓ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જિલ્લા કંટ્રોલ રૂૂમમાં નાંદરખ ગામના અનિરુદ્ધસિંહે દારૂૂના વેચાણ અંગે જાણ કરતા સનખડા આઉટપોસ્ટના એએસઆઇ પરસોતમભાઈ ખુમાણ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ જાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસ દારૂૂ વેચાણના સ્થળે પહોંચે તે પહેલા અનિરુદ્ધસિંહ કરણસિંહ ગોહિલ, અજીતસિંહ કરણસિંહ ગોહિલ, અજીતસિંહના પત્ની દક્ષાબા, વંદનાબા અને અજીતસિંહની માતા જેમબા સહિત પાંચ શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આરોપીઓએ જણાવેલ કે અમારા વિસ્તારમાં અનુચિત સમાજ ના લોકો દારૂૂ પીવા આવવા ના જોઈએ તે સમયે અજઈં પરસોતમભાઈએ પોતે પણ તે જ જ્ઞાતિના હોવાનું જણાવી આવા શબ્દો ન બોલવા વિનંતી કરી હતી, પરંતુ આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. અનિરુદ્ધસિંહ અને અજીતસિંહે ફરજ પરના પોલીસકર્મીનો કોલર પકડી બિભત્સ ગાળો આપી હતી. કોન્સ્ટેબલ અક્ષયભાઈને પણ અપશબ્દો બોલવામાં આવ્યા હતા.

ત્યારબાદ દક્ષાબા, વંદનાબા અને જેમબાએ પોલીસની હાજરીમાં ધમકી આપી હતી કે, ’કયો પોલીસવાળો અમારા ગામમાં પગ મૂકે છે અને અમને લેવા આવે છે, તેને અમે જોઈ લઈશું.’ આ ઘટનામાં ફરજમાં રુકાવટ ઊભી કરવામાં આવી હતી. અજઈં પરસોતમભાઈ ખુમાણે આરોપીઓ વિરુદ્ધ ઇગજ કલમ 121(2), 115(2), 351 (2), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5-એ), 3(1) (આર) (એસ) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *