અમદાવાદ આવતી ફલાઇટો- ટ્રેનો ફુલ, હોટેલોમાં કાળાબજાર

ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચના કારણે ક્રિકેટ રસિકોનો અભૂતપૂર્વ ધસારો, વિમાની ભાડામાં પણ તોતિંગ વધારો હોટેલોના ભાડા રાતોરાત ચાર ગણા વધી ગયા, એક દિવસનું ભાડું…

ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચના કારણે ક્રિકેટ રસિકોનો અભૂતપૂર્વ ધસારો, વિમાની ભાડામાં પણ તોતિંગ વધારો

હોટેલોના ભાડા રાતોરાત ચાર ગણા વધી ગયા, એક દિવસનું ભાડું રૂા.75 હજાર સુધી પહોંચ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આવતીકાલે રવિવારે ટી-20 વલ્ડકપની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર હોવાથી ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્કંઠા અને ઉત્સાહ પ્રવર્તી રહ્યા છે. ભારતની ફાઇનલમાં એન્ટ્રી થતાં જ દેશભરમાંથી ક્રિકેટ રસીકોએ અમદાવાદ ભણી દોટ મુકતા ટ્રેનો, વિમાનો અને હોટેલો હાઉસફુલ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને આજે શનિવારે મોડી રાત સુધીની અને રવિવારે બપોર સુધીમાં દેશના વિવિધ ભાગોમાંથી અમદાવાદ આવતી ફલાઇટોની ટિકિટો ફુલ થઇ ગઇ છે અને વિમાની કંપનીઓએ ટિકીટોના દર પણ વધારી દીધા છે. આજ રીતે મુંબઇ- દિલ્હી- જયપુર સહીતના સ્થળોએથી અમદાવાદ આવતી તમામ ટ્રેનો પણ ફુલ જોવા મળી રહી છે. જયારે હોટેલોમાં તો કાળાબજાર શરૂ થઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

ક્રિકેટ ચાહકો ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમની મસમોટી ટિકિટ લઈ દુર દુરથી મેચ જોવા આવતા હોય છે. મેચની ટિકિટ થી લઈ, ફ્લાઈટની ટિકિટ તેમજ જે-તે શહેરોમાં પણ મસમોટો ચાર્જ ચુકવવો પડે છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. આમ છતાં કેટલીક હોટલોના બુકિંગ આજથી ફુલ થઈ ગયા છે.

ફાઈનલ પહેલા અમદાવાદમાં હોટલોના ભાવ પણ ઉચકાયા છે. 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂૂ.75 હજાર સુધી પહોંચ્યું છે. 10 હજારમાં મળતા રુમનું ભાડું 40 હજારથી લઇને 75 હજાર સુધી પહોંચ્યુ છે. હયાત રેજન્સી અને હોટલ સહિત અનેક હોટલોના ભાડામાં વધારો થયો છે. મેરિયોટ, આઇટીસી અને ફોર્ચ્યુન હોટલના ભાડામાં પણ વધારો ઝીંકાયો છે.

મેચને પગલે અનેક ક્રિકેટ ચાહકો અમદાવાદ આવે તેવી શક્યતાઓ વચ્ચે રૂૂમના દરમાં હજુ પણ વધારો થઈ શકે છે. અગાઉ વન ડે વર્લ્ડકપ 2023માં ફાઈનલ મેચ વખતે હોટલના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ ભારત અને ન્યુઝિલેન્ડની ફાઈનલ મેચને લઈને રૂૂમના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો ઝીંકાયો છે.ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ વધારો થયો છે.

અનેક વીવીઆઇપીનો જમાવડો, પોલીસતંત્રની થશે કસોટી
અમદાવાદમાં મોદી સ્ટેડીયમ ખાતે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાનાર હોવાથી દેશભરમાંથી વીઆઇપી અને વીવીઆઇપીનો જમાવડો થનાર હોય, પોલીસ તંત્રને વ્યવસ્થા જાળવવામાં પરસેવો છુટી રહ્યો છે. મેચના પગલે ટ્રાફીક વ્યવસ્થા જાળવવાથી માંડી બંદોબસ્ત સહીતની જવાબદારી પોલીસના શિરે આવી પડી છે. બન્ને ટીમના પ્લેયર્સ માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *