ધોરાજીમા સને-2003 ની સાલમાં વાદીએ પોતાની માલિકીની મિલકતમાં ગોડાઉન નંબર-6 પ્રતિવાદીને ભાડે આપેલ, તે ભાડાવાળુ ગોડાઉન ચડત ભાડાની રકમ તથા મિલકત ખાલી કરવાનો દાવો વાદીએ દાખલ કરેલ અને ધોરાજીનાં એડિશ્નલ સિવિલ જજ કુમારી પી.બી. ગામીતે મકાન માલીકની તકરારો ફગાવી દાવો રદ કરેલ છે. આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, વાદી ભુપતભાઈ જમનાદાસ ઉનડકટએ ધોરાજી શહેરમાં ભાકુંભાજી પરા તરીકે ઓળખાતા વિસ્તારમાં ગણેશ ઓઈલ મીલની બાજુમાં આવેલ પોતાની સ્વતંત્ર માલીકી હકક અને કબ્જા ભોગવટાની મિલકતનાં ગોડાઉન નંબર-6 પ્રતિવાદી અબ્બાસ અલી અકબરઅલી નગરીયાને મૌખીક કરારથી માસિક રૂૂા.500/- નાં ભાડાથી ભાડે આપેલ હોય અને પ્રતિવાદી અબ્બાસઅલી ઉપર પચ્ચાસ માસનું ભાડુ ચડત થયેલ હોવાની તકરાર લઈ, ચડત ભાડાની રકમ રૂૂા.25,500/- તથા ભાડાવાળા ગોડાઉન નંબર-6 નો ખાલી કબ્જો કરી આપવા અબ્બાસઅલીને પ્રથમ નોટીસ આપેલ અને બાદમાં રેગ્યુલર દિવાની કેસ નંબર:- 1/2003 થી વાદી ભુપતરાય જમનાદાસ ઉનડકટે પ્રતિવાદી અબ્બાસ અલી અકબરઅલી નગરીયા સામે ધોરાજી કોર્ટમાં દાવો દાખલ કરેલ.
ભુપતરાય જમનાદાસ ઉનડકટનું ચાલતા દાવે અવસાન થઈ જતાં વાદીનાં વારસ તરીકે દિપકકુમાર ભુપતરાય ઉનડકટ વાદી તરીકે દાવામાં જોડાયેલ. આ દાવામાં વાદીએ માસિક રૂૂા.500/- નું ભાડુ વધારીને તકરાર લીધેલ હોવાથી પ્રતિવાદીએ માસિક રૂૂા.200/- વચ્ચગાળાનું ભાડુ ઠરાવી આપવા અરજી રજુ કરતા અરજી મંજુર થયેલ અને બાદમાં વાદી પક્ષ અને પ્રતિવાદી પક્ષનાં પુરાવોઓ નોંધાયેલ અને બંને પક્ષોની દલીલો થયેલ આ કામે પ્રતિવાદી અબ્બાસઅલીનાં એડવોકેટ તરીકે એડવોકેટ સંજયકુમાર પી. વાઢેરએ મૌખીક તેમજ લેખીત દલીલ રજુ કરી તેમજ ઉચ્ચ ન્યાયાલયોનાં સિધ્ધાંતો રજુ કરેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં એડીશ્નલ સિવિલ જજ કુમારી પી.બી.ગામીતે તા:07/05/2025 નાં રોજ હુકમ ફરમાવી વાદી ભુપતરાય પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનું ઠરાવી અને પ્રતિવાદીએ દાવોનો હુકમ થતાં પહેલા તમામ ભાડાની રકમ જમાં કરાવી આપેલ હોય અને માસિક 200/-નાં ભાડાથી ભાડાનો હિસાબ કરતા પ્રતિવાદીનું એડવાન્સ 50,900/- ભાડુ જમા હોવાનું રેકર્ડ પર આવેલ અને પ્રતિવાદી પોતાનો કેસ સાબિત શકેલ હોવાનું ઠરાવી ગોડાઉનનું માસિક રૂૂા.200/- ભાડુ ઠરાવી આપી વાદીની ગોડાઉન ખાલી કરવાની માંગણી રદ કરતો હુકમ ફરમાવેલ છે.આ કામમાં પ્રતિવાદીનાં એડવોકેટ આર.એસ. પટેલ તથા સી.એસ. પટેલ તથા એડવોકેટ શ્રી સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.
