પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની…

દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની દુકાનમાંથી રૂૂ. 1.55 લાખ લઇ જતી સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. એ જ કોમ્પ્લેક્સમાં એક જ રાતમાં 5 દુકાનના તાળા તૂટ્યા હતા. જેના સીસીટીવી સામે આવ્યા છે. તસ્કરોની ગેંગે ખાખી વર્દીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનમાં એક અસ્થિર મગજની યુવતી અડધા શટરમાં પ્રવેશ કરી ગલ્લામાંથી રૂૂ.1.55 લાખની રોકડ રકમ લઇ નીકળી ગઈ હતી.

આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં એ જ કોમ્પ્લેક્સમાં એક જ રાતમાં 5 દુકાનના તાળા તૂટતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ખુશી મોબાઈલ, જીગ્નેશ એજન્સી, જય મેલડી ફૂટવેર, હરિઓમ કિરાણા સ્ટોર્સ અને શિવશક્તિ મોબાઈલ મળી એકસાથે કુલ પાંચ દુકાનદારોની દુકાનના શટર કોસ વડે તોડી દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી અંધારામાં પલાયન થઇ જવામાં સફળ થયા હતા. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં 2 તસ્કરો દુકાનના ગલ્લામાંથી ચોરી કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યાં છે. આ ગેંગના 2-3 સભ્યો બહાર રેકી કરતા હોવાના અનુમાનના પગલે આ ચોરીની ઘટનામાં 5થી 5 શખસ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.

જેમાં આ 5 દુકાનોમાંથી 2 દુકાન તો દસાડા માલવણ હાઈવે પરની છે અને અન્ય 3 દુકાન બાજુમાં આવેલા ઉમિયા કોમ્પ્લેક્સની છે. જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલના કોમ્પ્લેક્સમાં તસ્કરોએ ધાડ પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *