એકલોતા દિકરાનાં મોતથી પરિવારમાં કલ્પાંત
માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષના બાળકની ટાઈ હૂકમાં ફસાતા મોત નીપજ્યું છે. આ ઘટના વડોદરાના નવાપુરા વિસ્તારની છે, જ્યાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નીપજ્યું છે.મળતી માહિતી અનુસાર, પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો હતો અને બાળક હીંચકા પર રમતો હતો. તે દરમિયાન ટાઈ હિંચકાના હુંકમાં ફાસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું મોત થયું હતું. એકલોતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.