લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલો

થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…

થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના

રાજકોટ શહેરમા થોડા દિવસ પહેલા જ થર્ટી ફર્સ્ટના અનુસંધાને 100 થી વધુ હિસ્ટ્રીશીટરોને ક્રાઇમ બ્રાંચે લાવી અને તેઓને પોલીસની ભાષામા સમજાવ્યા હતા કે મારામારી કે પારકા ઝઘડામા પડતા નહીં, નહીં તો જેલમા જવુ પડશે. આમ છતા રાજકોટ શહેરમા અમુક લુખ્ખા તત્વો દ્વારા જાહેરમા મારામારી કરી અને પોલીસનો જાણે કોઇ ડર ન હોય તેમ જાહેર માર્ગો પર વાહનો ચલાવી ફરતા તત્વો સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે. ત્યારે રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ પુર્વે રાત્રીના સમયે અમીનમાર્ગ પર આવેલા ખુલ્લા પ્લોટમા પાર્ક કરવા બાબતે મારવાડી કોલેજના છાત્રને સામુ જોવા બાબતે બે શખ્સોએ ઝઘડો કરી છરી ઝીકી દીધી હતી.

આ ઘટનામા માલવીયા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જયારે બીજી ઘટનામા ભગવતીપરા પુલ ચડતા આવેલી ચા ની દુકાને ચા પી રહેલા બે મીત્રોને અહીથી નીકળી જાવ તેમ કહી નામચીન શખ્સે બંનેને છરીના ઘા ઝીકી દેતા લોહીલુહાણ હાલતમા તેઓને સરકારી હોસ્પિટલમા ખસેડાયા હતા. થર્ટી ફર્સ્ટ પુર્વે બનેલી બંને ઘટનાઓમા હજુ પોલીસે આરોપીઓને પકડયા નથી તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

ભગવતીપરા પુલ પાસે ચા પી રહેલા બે મિત્રોને અહીંથી નીકળો કહી છરીના ઘા ઝીંક્યા

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલ સમન્વય હાઇટસના ત્રીજા માળે રહેતા રીયાઝ મુસ્તુફાભાઇ દિવાન (ઉ.વ. 18) નામના યુવાને પોતાની ફરીયાદમા ફિરોજ ખાટકી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમા રીયાઝે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે દિવાનપરામા આવેલી દુકાને મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રીના સાડા નવ વાગ્યે પોતે કામેથી ઘરે ભગવતીપરામા જતો હતો ત્યારે ભગવતીપરા પુલ ચડતા પહેલા આવતી ચા ની દુકાને મિત્રો ઇસોભા, સુફીયાન અને અમન એમ ચારેય ચા ફાકી ખાવા માટે ઉભા હતા ત્યારે ત્યા બે મોટર સાયકલ પર 4 શખ્સો આવ્યા હતા અને રીયાઝ સહીત ચારેય મીત્રોને કહયુ કે અહીથી નીકળી જાવ. જેથી તેઓએ કહયુ કે અમે અહીથી જતા રહીશુ. ત્યારબાદ 4 વ્યકિતમાથી ફિરોઝ નામના શખ્સે માથાકુટ કરી રીયાઝને પડખામા છરીનો ઘા ઝીકી દેતા તેમને બચાવવા તેમનો મિત્ર ઇસોભા વચ્ચે પડતા તેમને પણ આ ફિરોઝે એક છરીનો ઘા ઝીકી દીધો હતો. જેથી બંનેને ઇજાગ્રસ્ત હાલતમા અમન અને સુફીયાને રીક્ષામા બેસાડી સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પારેવડી ચોકથી ભગવતીપરા પુલ તરફ જવાના રસ્તે શરૂઆતમા રીક્ષા ચાલકોનો ત્રાસ વધતો જાય છે અને ટ્રાફીક જામ થઇ જાય છે તેમજ ત્યા ચોકમા આવેલી ચા ની હોટલે પણ ટ્રાફીક જામ થતો હોય છે અને અસામાજીક તત્વો પણ ત્યા પડયા પાર્થયા રહેતા હોવાનુ સ્થાનીકોમાથી જાણવા મળ્યુ છે.

અમીન માર્ગ પર સામું જોવા બાબતે મારવાડી કોલેજનાં છાત્રને છરી ઝીંકી

રાજકોટ શહેરમા રેલનગર મનહરપુર પાસે સુંદરમ ગોલ્ડ એપાર્ટમેન્ટમા રહેતા અને મારવાડી કોલેજમા અભ્યાસ કરતા છાત્ર ભવ્ય પ્રીશાકુમાર નાગોરી નામના યુવાને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ પાર્ટ ટાઇમ જાહેરાતના વીડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મુકે છે ગઇકાલે અમીનમાર્ગના છેડે દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી ફુડ કોર્ટમા પાઉંભાજીની શોપ પર જાહેરાત માટેનો વીડીયો બનાવવાનો હોય જેથી તેમના મીત્રો ધ્રુવ ભગલાણી, વૈદિક પંડયા, ધ્રુવ જોટાંગીયા અને ભોલુ ગોહેલ એમ બધા વીડીયો બનાવી પોતાની કાર રોડની સામે સાઇડમા ખુલ્લા પ્લોટમા પાર્ક કરી હોય અને રાત્રીના સવા નવ વાગ્યે ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ત્યા પ્લોટમા કાર પાસે બે સ્કુટરમા 4 શખ્સો પહેલેથી બેઠા હોય તેઓએ સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો. જેથી ભવ્યએ તેઓની માફી માગી હતી. આમ છતા આ શખ્સો માથી એક શખ્સે છરી લઇ ભવ્યને ગાળો આપી ઝીકી દીધી હતી અને તેમને હાથમા તેમજ હથેળી પર વાગી જતા લોહી નિકળ્યા હતા અને આ જોઇ તેમના મીત્રો ત્યાથી ભાગી ગયા હતા તેમજ આરોપીઓ પણ ત્યાથી જતા રહયા હતા. બાદમા સારવાર માટે મીત્રોએ ભવ્યને સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો આ મામલે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ. વી. ચાવડા તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *