વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર પરિસર મુલાકાત લઇ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. યાત્રિકોને મંદિર પરિષદથી મંદિર સુધી પહોંચવા ટ્રેન આકારના શેપવાળી બે ડબ્બા મીની હીલ ટ્રેન શિવરાત્રીએ નિયત ધોરણે સાથે ગોઠવાઈ રહી છે.શિવરાત્રી પર્વ રેત શિલ્પ સાથેના શિવચિત્રો પ્રદર્શિત કરનાર છે સોમનાથ મંદિર તેમજ પરિસરના વૃક્ષોને રંગબેરંગી વિજય રોશની થી આરછદિત કરી શણગારવામાં આવ્યું છે.
સોમનાથ મહાશિવરાત્રી પર્વ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ આવી રહ્યા છે અને સોમનાથ ખાતે ટુરીઝમ આયોજિત સંસ્કૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને રાત્રી રોકાણ સોમનાથ કરી શિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવ છે.
