શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પર એન્જિઓપ્લાસ્ટી

રાજ્યના શિક્ષણ મંત્રી, એન્જિઓગ્રાફી પછી તેમની હૃદયની નળીમાં આવેલા અવરોધ દૂર કરવા માટે સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…

રાજ્યના શિક્ષણ મંત્રી, એન્જિઓગ્રાફી પછી તેમની હૃદયની નળીમાં આવેલા અવરોધ દૂર કરવા માટે સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લોકેજ જણાતા તરત જ એન્જિઓગ્રાફી કરવામાં આવી હતી, જેમાં એક નળીમાં અવરોધ હોવાનું બહાર આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તરત જ સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ ખતરા બહાર છે, એવી માહિતી હોસ્પિટલ સૂત્રોએ આપી છે.

પ્રદ્યુમન વાજા 13 ફેબ્રુઆરીના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ભવન અને સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ તથા શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ માટે યોજાયો હતો. તેઓ મુખ્યમંત્રીની સાથે મંચ પર હાજર રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. રૂૂટિન ચેકઅપ માટે યુ.એન. મહેતા હોસ્પિટલ જવા માટે તેમણે નિર્ણય લીધો હતો. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરો દ્વારા તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન હૃદયની નળીમાં બ્લોકેજ જણાતાં તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તરત જ સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *