જન્મ-મરણ વિભાગમાં અફરાતફરી, વિજીલન્સ મુકાઈ

એક માત્ર દીકરીના સર્ટિ. અને હવે સ્કૂલ માટે નવા ફોર્મેટના જન્મના દાખલા માટે અરજદારોએ લાઈનો લગાવી મહાનગરપાલિકામાં આચાર સંહિતાના કારણે હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ…

એક માત્ર દીકરીના સર્ટિ. અને હવે સ્કૂલ માટે નવા ફોર્મેટના જન્મના દાખલા માટે અરજદારોએ લાઈનો લગાવી

મહાનગરપાલિકામાં આચાર સંહિતાના કારણે હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ પડી ગઈ છે પરંતુ જન્મ મરણ વિભાગમાં રોજેરોજ અરજદરોની અલગ અલગ કારણોસર લાઈનો જોવા મળી રહી છે. ગઈકાલે એક માત્ર દીકરીના સર્ટી માટે અરજદારોએ લાઈન લગાવેલ અને આજે સવારથી જ નવા શૈક્ષણિક સત્ર માટે નવા ફોર્મેટના જન્મના દાખલા કઢાવવા માટે અરજદોએ લાઈનો લગાવતાં અફડાતફડી સર્જાઈ હતી. જેના લીધે વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિજીલન્સનો સ્ટાફ ફાળવવાની ફરજ પડી હતી.

મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગમાં છેલ્લા ત્રણ દિવસથી અરજદારોની લાઈનો જોવા મળી રહી છે. પરંતુ આજે વધુ માત્રામાં પબ્લીક જોવા મળતાં અને વિજીલન્સનો સ્ટાફ વ્યવસ્થામાં ગોઠવાયેલો દેખાતા તપાસ કરતાં માલુમ પડેલ કે એક માત્ર દીકરીના સર્ટી.માટે આજે પણ અનેક અરજદારો આવ્યા હતાં. જેમાં નવા ફોર્મેટના જન્મના દાખલા માટે આવતાં અરજદારોનો વધારો થતાં મનપાના ગેઈટ સુધી લાઈનો પહોંચી હતી. વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિજીલન્સનો સ્ટાફ અને પીવાના પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ મુદ્દે જન્મમરણ વિભાગમાં તપાસ કરતાં માલુમ પડેલ કે સરકારના નવા નિયમ મુજબ જન્મના દાખલામાં સંતાનના નામની સાથે પિતાનું નામ એક જ ફોર્મેટમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેના લીધે નવા એડમિશન માટે સ્કૂલમાં આ દાખલો માન્ય કરવામાં આવ્યો હોય.

નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું છે જેથી વાલીઓ દ્વારા જુના દાખલાની જગ્યાએ નવા ફોર્મેટના સુધારા સાથેના નવા દાખલા કઢાવવા માટે લાઈનો લગાવી હતી. જન્મ મરણ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા નવા ફોર્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારથી જરૂરીયાત મુજબ અરજદારો દાખલામાં સુધારા કરવા આવતાં હોય છે પરંતુ હવે નવા એડમિશન અને એક સ્કૂલ છોડયા બાદ નવી શાળા અથવા કોલેજમાં એડમિશન માટે જે દાખલો આપવાનો થાય છે તે નવા ફોર્મેટનો ફરજિયાત હોવાથી અને વેકેશન પહેલા વાલીઓ જન્મના દાખલાની વ્યવસ્થા કરી શકે તે હેતુથી અત્યારથી નવા ફોર્મેટના દાખલા માટે અરજદારોએ ધસારો બોલાવ્યો છે.

એક વ્યક્તિ બેભાન થઈ જતાં સારવારમાં
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજરોજ નવા ફોર્મેટના જન્મના દાખલા માટે અરજદારોએ લાઈનો લગાવી હતી. વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિજીલન્સનો સ્ટાફ મુકવામાં આવેલ પરંતુ એક વાગ્યા બાદ ગરમીમાં વધારો થતાં લાઈનમાં ઉભેલા અરજદારો પૈકી એક આધેડને ગરમીના કારણે મુજવણ થયા બાદ બેભાન થઈ જતાં તાત્કાલીક 108 બોલાવી સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને આ લખાય છે ત્યારે બપોરે બે વાગ્યે પણ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *