અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. જો કે બાદમાં શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળતા સેન્સેકસ 800 પોઇન્ટની રિકવરી કર્યા બાદ બપોરે 3 વાગ્યે સેન્સેકસ 400 પોઇન્ટ ઉપર જોવા મળે છે એટલે કે નીચેથી 1300 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે.
આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ મિનીટોમાં 800 પોઈન્ટથી વધુ ગગડી જતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે ટ્રેડિંગ સત્રની શરૂૂઆતમાં જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,106.85ની સરખામણીએ સીધો નીચે ખુલ્યો હતો. થોડી જ વારમાં તે 824 પોઈન્ટના ઘટાડા સાથે 73,282.82 ના સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 22,919 ના સ્તર પર સરકી ગયો હતો.
જોકે, શરૂૂઆતના ભારે વેચવાલીના દબાણ બાદ બજારમાં સારી રિકવરી જોવા મળી હતી અને અડધા કલાક બાદ સેન્સેક્સનો ઘટાડો 50 પોઈન્ટ આસપાસ સ્થિર થયો હતો. બપોરે 12 વાગ્યા પછી ઓટો આઇટી તેમજ મેટલમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેકસ અને નિફટી ઉંચકાયા હતા. સેન્સેકસ-નિફટીની સાથે સાથે બેન્ક નિફટી અને મીડકેપ નિફટી પણ ઉંચકાયા હતા. હાલ સેન્સેકસ 74600 અને નિફટી 23120 પર જોવા મળી રહ્યું છે. આજે મેટલ,આઈ ટી તેમજ રિયલ્ટી શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આજે ચાંદીમાં 900 અને સોનામાં 700 રૂૂપિયાનો વધતો જોવા મળ્યો છે. રૂૂપિયો આજે થોડો નબળો પડ્યો છે અને ડોલર ફરી 93 ની સપાટીની નીચે પહોંચ્યો છે. ટ્રમ્પની ધમકીએ ક્રૂડના ભાવમાં ફરી વધારો કર્યો છે અને હાલ ક્રૂડ 111.80 પર જોવા મળી રહ્યું છે.
