તમામ વોર્ડ ઓફિસમાં E-KYCની કામગીરી શરૂ છતાં અંધાધૂંધી

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ…

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર 7.76 લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. અને વહેલી સવારથી જ લોકોની મામલદાર કચેરીઓ પ્રાંત કચેરી હોય કે અન્ય કચોરીઓ ઉપર લોકોને લાંબી લાઈનો જોવા મળી રહી છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન સહિતના પ્રશ્નોના કારણે E-KYC ની ધીમી ગતિએ કામગીરીને કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે.


હાલ રાજકોટ જિલ્લાના શિક્ષકોને, તલાટી મંત્રી, આંગણવાડી મહિલાઓને પણદપહ E-KYCકામગીરી સોપવામાં આવી છે. તેઓને પણ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. E-KYCમાટે માત્ર 30 જ બાકી રહ્યા છે. એક મહિના બાદ સમય વધારવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ થઈ રહ્યો છે. હજી રાજકોટ જિલ્લામાં ઊંઢઈ ની 50% પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.પુરવઠા વિભાગના મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 10 લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય 37 લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ 7.76 લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


રાજકોટ શહેરના તમામ વોર્ડમાં પણE-KYC ની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા શહેરની તમામ વોર્ડ ઓફિસોને આઈડી આપી દેવામાં આવી છે. અને કામગીરી કરવાની સૂચના પણ આપી દેવામાં આવે છે. ઉપરાંત મહાનગર પાલિકા કચેરી સેન્ટર ખાતે પણ ઊ-ઊંઊઢઊની છતાં પણ રાજકોટ શહેરની મામલતદાર કચેરી હોય કે પ્રાંત કચેરી, જિલ્લાની મામલતદાર કચેરીઓમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. સાથે જ ધીમી ગતિની કામગીરીના કારણે લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *