ફાગણ વદ અમાસ ને ગુરૂૂવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6.54 કલાક સુધી અમાસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથિ છે શુક્રવારે બીજ તિથિ છે નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે ગુરુવારે આખો દિવસ એકમ તિથિ હોતા આ વર્ષે 19 માર્ચ ને ગુરુવાર થી ચૈત્ર નવરાત્રી ગણાશે. ગુરુવાર થી ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે જેથી આરોગ્ય નો ખ્યાલ રાખવો અને મોંઘવારી મા વધારો થાય તેઓ દર્શાવે છે જ્યારે શુક્રવારે નવરાત્રી પૂરા થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર વિદાય લેશે જે વરસાદ સારો પડે અને ધાન્ય સારું પાકે તેવું દર્શાવે છે. 19 માર્ચ ચૈત્ર શુદ એકમ ને ગુરુવાર ના દિવસ થી ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થશે જ્યારે: 27 માર્ચ ને શુક્રવાર ના દિવસે ચૈત્ર નવરાત્રી ની પુર્ણાહુતી થશે
વર્ષ માં ચાર નવરાત્રી આવે છે તેમાં ચૈત્ર નવરાત્રી ને રામ ભગવાન ના નોરતા માનવામા આવે છે.
તારીખ 23 માર્ચ સોમવારે શ્રી પંચમી છે આથી આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા શ્રી યંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે. 26 માર્ચ ને ગુરુવારે દુર્ગાષ્ટમી છે આ દિવસે પણ કુળદેવી ની પૂજા માતા નવદુર્ગા ની પૂજા કરવી જ ઉત્તમ ફળ આપનાર બનશે. આ વર્ષે રામનવમી પણ 26 માર્ચને ગુરૂૂવાર ના દિવસે છે.
ચૈત્ર નવરાત્રી દરમિયાન રામચરિત્ર માનસના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા પણ ઉત્તમ ગણાય છે ચૈત્ર નવરાત્રીને રામ ભગવાનના નોરતા ગણવામાં આવે છે. તે ઉપરાંત કુળદેવીને પૂજા કરવી કુળદેવીની ના જપ કરવા ગુરુ મંત્ર ની માળા કરવી મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર બને છે તે ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન નવર્ણ મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીની પૂજા કરી વિવિધ ભોગ ધરાવી શકાય
ગુરુવારે પહેલું નોરતું: શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય. શુક્રવારે બીજું નોરતું:બ્રહ્માચારિણી માતાની મા પૂજા- દૂધના પેંડાની મીઠાઈ ધરવી. શનિવારે ત્રીજું નોરતું: ચંદ્રપંટાની પૂજા શ્રીફળ, તેમાંથી બનાવેલી વાનગી ધરવી. રવિવારે ચોથું નોરતું: કુષ્માંડા માતાજીની આરાધના સાકરવાળું મીઠું દૂધ ધરવું. સોમવારે પાંચમું નોરતું :સ્કંદ માતાની પૂજા તલની વાનગી ધરાવવી. મંગળવારે છઠ્ઠું નોરતું: કાત્યાયની માતાજીની પૂજા -ખીર અને પૂરી, મીઠું દૂધ ધરવું બુધવારે સાતમું નોરતું: કાલરાત્રિની આરાધના કરવી સાકરની પ્રસાદી પરવી. ગુરુવારે આઠમું નોરતું મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય. શુક્રવારે નવમું નોરતું સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી, પંચામૃત નો ભોગ લગાવવો.
ચૈત્રી નવરાત્રિમા ઘટ્ટ સ્થાપનાના મુહૂર્તની યાદી
19 માર્ચ ગુરુવારે દિવસના શુભ ચોઘડિયા
શુભ 6.53 થી 8.24
ચલ 11.24 થી 12.55
લાભ 11.55 થી 2.45
અમૃત બપોરે 2.25 થી 3.55
શુભ સાંજે 5.26 થી 6.56
બપોરે અભિજીત મુહૂર્ત 12.31થી 1.19
ઘટ્ટ સ્થાપના સવારે કરવી ઉત્તમ રહે છે
