આવતીકાલે ગુરુવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજીધામમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતા હોઈ દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન સમય તેમજ ઘટ સ્થાપના સહિતની માહિતી મંદિર દ્વારા આપવામાં આવી હતી.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરની ચાલતી પ્રણાલિકા મુજબ ચૈત્ર સુદ એકમને તા. 19/03 (ગુરુવાર)થી ચૈત્ર સુદ આઠમને તા.26/03 (ગુરુવાર) સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. ઘટ સ્થાપન ચૈત્ર સુદ – 1 ગુરુવાર તા. 19/03ના સવારે 7:30 કલાકે અંબાજી મંદિર દર્શન સમય: સવારની આરતી 7 થી 7:30, દર્શન સવારે 7:30 થી 11:30, રાજભોગ બપોરે 12 વાગે, દર્શન બપોરે 12:30 થી 04:30 આરતી સાંજે 7:00 થી 07:30, દર્શન રાત્રે 07:30 થી 09:00, ચૈત્ર સુદ-8 (આઠમ) તા.26/03/ના આરતીનો સમય સવારે 06:00 કલાકે ચૈત્રી પૂનમ તા.02/04/26ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે તેમજ તા.27/03/2026થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
