પશ્ચિમ એશિયામાં (મધ્ય પૂર્વ) વધતા સંઘર્ષ અને તણાવને કારણે ભારતના નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન્સને મહત્વની એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરી અનુસાર, એરલાઇન્સને નવ દેશોના એરસ્પેસમાંથી ઉડાનો ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ નવ એરસ્પેસમાં બહેરીન, ઇરાન, ઇરાક, ઇઝરાયલ, જોર્ડન, કુવૈત, લેબનોન, કતાર અને યુનાઇટેડ અરબ એમિરેટ્સ (ઞઅઊ)નો સમાવેશ થાય છે.
આ નિર્ણય પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. DGCA એ જણાવ્યું છે કે આ વિસ્તારમાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે, જેના કારણે નાગરિક ઉડ્ડયન માટે ઉચ્ચ જોખમ છે. એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ એરસ્પેસમાં કોઈપણ ઊંચાઈએ અથવા ફ્લાઇટ લેવલ પર ઉડાન ન ભરે. જો કોઈ વિશેષ કિસ્સામાં ઉડાન ભરવી જરૂૂરી હોય તો મજબૂત કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરવા અને સુરક્ષા જોખમ મૂલ્યાંકન કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય પ્રવાસીઓ માટે આનો અર્થ શું છે? એર ઇન્ડિયા, ઇન્ડિગો જેવી ભારતીય એરલાઇન્સે અનેક ફ્લાઇટ્સ રદ્દ કરી અથવા રૂૂટ બદલ્યા છે. ભારતથી યુરોપ, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વ જતી ફ્લાઇટ્સમાં સમય વધુ લાગશે, ઇંધણનો ખર્ચ વધશે અને અચાનક રદ્દથી પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પ્રવાસીઓને સલાહ છે કે તેઓ તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસે, વિલંબ માટે તૈયાર રહે અને એરલાઇન્સના અપડેટ્સ પર નજર રાખે.
DGCA એ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોપરી છે. આ એડવાઇઝરી પશ્ચિમ એશિયાની બદલાતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે.
