WPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગ

11 મેચો કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, સ્ટાર ખેલાડીઓનું આગમન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચોની શરૂૂઆત થવા જઈ રહી છે. જેને લઈને…

11 મેચો કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, સ્ટાર ખેલાડીઓનું આગમન

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચોની શરૂૂઆત થવા જઈ રહી છે. જેને લઈને શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશની અગ્રણી મહિલા ક્રિકેટ ટીમો એક પછી એક વડોદરા પહોંચી રહી છે.

એરપોર્ટ પર પોતાની મનપસંદ ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડરીગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ તેમજ વડોદરાની રાધા યાદવ સહિતની સ્ટાર ખેલાડીઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઉપરાંત અનેક વિદેશી ક્રિકેટરો પણ વડોદરા આવી પહોંચી છે. મુંબઇ ઇન્ડિયન્સની એક વિદેશી ક્રિકેટર પોતાના પુત્ર સાથે આવી હોવાને કારણે લોકોમાં ખાસ ચર્ચાનો વિષય બની હતી. દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ પણ ટીમ સાથે હાજર રહ્યા હતા.

વુમન્સ પ્રીમિયર લીગની શરૂૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂૂઆતની 11 મેચો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે બાકીની 11 મેચો વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, જેમાં 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચનો પણ સમાવેશ થાય છે. આજ પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. યુપી વોરિયર્સની ટીમ વડોદરા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *