Uncategorized
3 વાર હેલ્મેટ વગર પકડાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરો
બેદરકાર વાહનચાલકો સામે આકરા પગલાં ભરવા હાઇકોર્ટનો નિર્દેશ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને લઈને સમસ્યા વધુ વકરી રહી છે. આ ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સરકારને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી. અમદાવાદના કેટલાક અરજદારેએ ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી આઇઆઇએમ વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને જાહેરહિતની અરજી કરી હતી. જે અરજી પર સુનાવણી ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. ટૂ-વ્હીલરચાલકો અને એની પાછળ બેસતા માણસો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે કેટલીક વિગતો પણ રજૂ કરી હતી. આ મામલે કોર્ટે સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, 3 વાર હેલ્મેટ વિના પકડાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય. સાથે સાથે એમ પણ કહ્યું કે ફિઝિકલના બદલે ઈ-ચલણ આપવાનું રાખો.
હાઇકોર્ટે આ પીઆઈએલનો વિષય વિસ્તૃત કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તાર્યો છે. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ શહેરમાં ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવાઈ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ સહિતના વિવિધ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવાની પણ સૂચના અપાઈ છે. સરકારે કોર્ટને જણાવ્યું કે, 9 ઓગસ્ટનાં રોજ અમદાવાદ સીપી અને જેસીપી સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજાઈ હતી. જ્યારે 21 ઓગસ્ટે ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, ઈઙ અમદાવાદ સહિતનાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી.
આ ઉપરાંત રોંગ સાઇડ અને બેદરકારીપૂર્વકના ડ્રાઇવિંગ, નો પાર્કિંગ જેવા મુદ્દે કડક પગલાં લેવાય રહ્યાં છે. ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે અમે લોકોને હેલ્મેટ પહેરતા જોયા નથી.
હેલ્મેટ વગર ત્રણ વખત પકડાય તો તેનું લાઇસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરો. આ સિવાય અન્ય કેટલીક બાબતોની પણ હાઇકોર્ટે નોંધ લઈ સરકાર અને વિભાગનો ઉધડો લઈને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય10 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો