સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 20મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ઘેલા સોમનાથથી સોમનાથ મહાદેવ સુધીની ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’એ નીકળશે. આશરે 229 કિ.મી. લાંબી આ પદયાત્રામાં મંત્રી વિવિધ ગામોના નાગરિકો તથા છેવાડાના લોકો સાથે રૂૂબરૂૂ સંવાદ સાધશે અને સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવશે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં તા. 20 ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 7:30 વાગ્યે ભગવાન શિવનાં પ્રસિધ્ધ યાત્રાધામ જસદણ નજીકનાં શ્રી ઘેલા સોમનાથથી શિવવંદના પદયાત્રાનો પ્રારંભ થશે. તા. 27 ડિસેમ્બરના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરીને યાત્રાનું સમાપન થશે.
રાજકોટ, પોરબંદર અને જુનાગઢ એમ ત્રણ લોકસભા મત વિસ્તારોમાંથી પસાર થનારી ’જન કલ્યાણ શિવવંદના પદયાત્રા’ મા સાધુ, સંતો, મહંતો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, નગર સેવકો, ભાજપાના જિલ્લા પ્રમુખો , સરપંચો, મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ સામેલ થવાના છે.
જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો રૂટ
તા. 20 ડિસેમ્બરે વહેલી સવારે ઘેલા સોમનાથથી સવારે 7:00 વાગ્યે પૂજા-અર્ચના કરી 7:45 વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યાંથી આ યાત્રા ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા(જસ)થી જસદણ, આટકોટ થઈ ખારચીયા(જામ) રાત્રી રોકાણ કરશે.
તા. 21 ડિસેમ્બરના રોજ પદયાત્રા ખારચીયા (જામ)થી નીકળી મોટા દડવા, નાના માંડવા, રામોદ, ઘોઘાવદર થઈ ગોંડલ રાત્રી રોકાણ કરશે.
તા. 22મીએ આ પદયાત્રા ગોંડલથી જામવાડી, ચોરડી, ગોમતા પાટીયા, વિરપુર, પીઠડીયા થઈ જેતપુર રાત્રી રોકાણ કરશે.
તા. 23મીએ પદયાત્રા જેતપુરથી નીકળી જેતલસર, ચોકી, વડાલ થઈ જુનાગઢ શહેર પસાર કરી જૂનાગઢ રાત્રિ રોકાણ કરશે.
તા. 24મીએ આ પદયાત્રા જુનાગઢથી નીકળી વંથલી, કણજા, માણેકવાડા થઈ અગતરાય રાત્રિ રોકાણ કરશે.
તા.25મીએ કેશોદ, સોંદરડા, પાણીધ્રા થઈ ભંડુરી રાત્રિ રોકાણ કરશે.
તા. 26મીએ રોજ ભંડુરીથી નીકળી સુપાસી થઈ વેરાવળ થઈ ભગવાન શ્રી સોમનાથના ધામ સોમનાથ પહોંચશે.
તા.27મીએ સવારે શ્રી ઘેલા સોમનાથ મંદિરે ધ્વજારોહણ સાથે આ 229 કિ.મી. પદયાત્રાનું સમાપન થશે.
