રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલા મોચી નગરમાં રહેતા રહેતા કેટરસના ધંધાર્થી અને તેમના કર્મચારીને ધંધાની હરીફાઈમાં મારમાર્યો હતો.આ ઘટનામાં યુવાન અને તેની સાથેના કર્મચારીને ઇજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.
વધુ વિગતો મુજબ,મોચી નગરમાં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા અત્તરસિંહ સંગ્રામસિંહ યાદવ(ઉ.43) પર કલુભાઈ અને તેની સાથેના અજાણ્યા શખ્સે મારમાર્યો હતો.આ સાથે તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના કર્મચારી ભોલાભાઈ યાદવ(ઉ.25)ને પણ માર મારતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અતરસિંહે જણાવ્યું હતું કે,આરોપી સાથે અગાઉ કેટરસનું કામ સાથે કરતા હતા.
પરંતુ થોડા સમય પહેલા આરોપી કેટર્સના કામમાંથી છૂટો થઈ અને પોતાનું કેટરસ ચાલુ કર્યું હતું અને તેમણે ફરિયાદીના ગ્રાહકોના ઓર્ડર પોતે લઈ જતા બંને પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી અને મામલો અહીંયા મારકુટ સુધી પહોંચ્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે નિવેદન નોંધવા તજવીજ શરૂૂ કરી છે.
