27 રનમાં ફિંડલું, ભારતે નેપાળને 306 રને હરાવ્યું

દોહામાં રમાયેલી એશિયા કપ રાઇજિંગ સ્ટાર્સ 2026ની મેચમાં ઇન્ડિયા અએ નેપાળ સામે એકતરફી જીત મેળવી છે. મેચમાં નેપાળની ટીમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ…

દોહામાં રમાયેલી એશિયા કપ રાઇજિંગ સ્ટાર્સ 2026ની મેચમાં ઇન્ડિયા અએ નેપાળ સામે એકતરફી જીત મેળવી છે. મેચમાં નેપાળની ટીમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયા અએ કુમાર કુશાગ્ર અને તિલક વર્માની સદીના જોરે 9 વિકેટ પર 332 રનનો સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં 333 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ 27 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્માએ માત્ર 9 રને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી જ્યારે આયુષ બદોની 2 રન બનાવીને ચાલતો થયો હતો. વૈભવ સૂર્યવંશીએ કેટલાક શાનદાર શોટ ફટકાર્યા પણ તે પોતાની ઇનિંગ આગળ વધારી શક્યો નહીં અને 26 રન બનાવીને આઉટ થઈ ગયો.

ત્યાર બાદ ટીમ ઇન્ડિયા અના કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્રએ મોર્યો સંભાળ્યો હતો. શરૂૂઆતની વિકેટ પડ્યા બાદ તિલક વર્મા (107) અને કુમાર કુશાગ્રની (117) રનની મદદથી ભારતને વિશાળ ટાર્ગેટ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતુ. તિલક વર્માએ 133 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 177 રન બનાવ્યાં હતા. જ્યારે કુમાર કુશાગ્રએ 102 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 117 રન બનાવ્યાં હતા. અંત સૂર્યાંશ સેગડેએ તોફાની બેટિંગ કરતા માભ 14 બોલમાં 36 રન ફટકારી દીધા હતા.

જેમાં તેણે 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો. આમ ભારતીય ટીમે 332 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.
જો કે 333 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી એકપણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. ટીમ માટે સૌથી વધુ રન પવન અને રાશિદે બનાવ્યા હતા. જ્યારે પાંચ બેટ્સમેન 0 પર આઉટ થઈ ગયા હતા. ભારત માટે સૌથી વધુ પ્રિન્સ યાદવે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણાને 4 સફળતા મળી હતી. એક વિકેટ શાહબાઝ અહમદને મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *