જામનગરના સિક્કામાં અઘટીત માંગને તાબે નહીં થતા વિધવાની ઘાતકી હત્યા

જામનગરમાં સિક્કામાં અઘટિત માગણીને તાબે ના થનારી વિધવા મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હોટલ ચલાવતો…

જામનગરમાં સિક્કામાં અઘટિત માગણીને તાબે ના થનારી વિધવા મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હોટલ ચલાવતો શખ્સ મહિલા પાસે અઘટિત માંગણી કરતો હતો અને મહિલાએ ઇન્કાર કરતા હોટલ સંચાલક સુખદેવ જાડેજાએ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

સિક્કા ગામમા ગત મોડી રાત્રે વિધવા મહિલાની હત્યાની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે પંચવટી સોસાયટીમાં રહેતી નીલમબેન અશવાર નામની 36 વર્ષની વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હોટલ ચલાવતો એક શખ્સ મહિલા પાસે અઘટિત માંગણી કરતાં મહિલાએ ઇન્કાર કર્યો હોવાથી હત્યા નીપજાવાઈ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હત્યા નિપજાવનાર સુખદેવસિંહ વીરાજી જાડેજા હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત શરુ કરાઇ છે. હત્યા કર્યા બાદ આરોપી ભાગી છૂટ્યો હોવાથી સિક્કા પોલીસ દ્વારા શોધખોળ શરુ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *