રાજકોટ સહિત રાજ્યના 35 એસ.ટી. ડેપો મેનેજર કક્ષાના અધિકારીની ટ્રાન્સફર

રાજયના એસ.ટી. નિગમ દ્વારા લાંબા સમય બાદ ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ડેપો મેનેજર કક્ષાના સૌરાષ્ટ્ર-કચ્છના 18 સહીત રાજયના 35 અધિકારીની બદલી કરવામાં આવી…

રાજયના એસ.ટી. નિગમ દ્વારા લાંબા સમય બાદ ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ડેપો મેનેજર કક્ષાના સૌરાષ્ટ્ર-કચ્છના 18 સહીત રાજયના 35 અધિકારીની બદલી કરવામાં આવી છે અને બદલીના સ્થળે વહેલી તકે હાજર થઇ ચાર્જ સંભાળવા આદેશ કરાયો છે. જયારે કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલા ઓર્ડરમાં રાજકોટ ડિવિઝન હેઠળના ડેપોમાંથી સિનિયર ડીએઇ એસ.પી. માત્રોનીની વલસાડ, ગોંડલ ડેપોના મેનેજર કે.એમ. જાડેજાની મહુવા, ઉપલેટાના આર.જી. ઠુમ્મરની જામજોધપુર, અરસપરસ બદલી કરાઇ છે. જયારે સિનિયર લેબર ઓફિસર ડી.યુ. વાઘેલાની સેન્ટ્રલ ઓફિસમાં બદલીનો ઓર્ડર કરાયો છે.

ઉપરાંત જામનગરના વહીવટી અધિકારી જે.વી. કણઝારીયાની રાજકોટ, ડીએમઇ એન.સી. સોનીની રાજકોટ ખાતે બદલી કરાઇ છે. મોટા ભાગના અધિકારીઓને પોતાના ઝોનમાં જ બદલીના ઓર્ડર કરાયા છે.
અમુક અધિકારીઓની સ્વવિનંતીથી બદલી કરાઇ છે તો અમુકને એક જ સ્થળે ફરજને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તેમની બદલી કરાઇ છે.

જ્યારે અમુકને તેમની જગ્યાએ યથાવત રાખીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને અવેજીની રાહ જોયા વિના બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાનું રહેશે અને જોઇનિંગ ટાઇમ બદલીના સ્થળે હાજર થયા બાદ મેળવી શકશે.

ઉપરોક્ત હુકમમાં રાજકોટ એસટી ડિવિઝનમાંથી સિનિયર ડીએમઇ, ગોંડલ ડેપો મેનેજર, ડેપ્યુટી ઇજનેર બાંધકામને વધારાની કામગીરીની સોંપણી, સિનિયર લેબર ઓફિસર સહિત ચારનો સમાવેશ કરાયો છે. દરમિયાન વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટૂંક સમયમાં બદલીના વધુ ઓર્ડર આવે તેવી પુરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *