ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખી

ત્રીજાભાઇએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો, દફનવિધિ બાદ ઘરે ફાતિયો પઢતા આરોપીને પોલીસે ઉઠાવ્યો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ કરાયું, હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની…

ત્રીજાભાઇએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો, દફનવિધિ બાદ ઘરે ફાતિયો પઢતા આરોપીને પોલીસે ઉઠાવ્યો

મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ કરાયું, હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની કલમ હેઠળ નોંધાતો ગુનો

ઊના પંથકના નાલિયા-માંડવી ગામે ભાઈ એજ ભાઈની હત્યા કરી કોઈને જાણ વિના જ દફનવિધિ કરી નાંખી હતી. જોકે ત્રીજા ભાઈએ પોલીસને જાણ કરતા અંતે ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કઢાવ્યો હતો.અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.ઊનાના અહેમદપુર માંડવી ગામે વારંવાર ઘર માં ઝગડો કરતાં યુવાનને પોતાના જ સગાં ભાઈ એ કુહાડી જેવાં ધાતક હથીયાર વડે ગળાંનાં ભાગે જીવલેણ ધા મારીને હત્યા કરી નાખ્યાં બાદ કોઈ ને જાણ કર્યા વગર તેની પરિવારનાં સભ્યો દ્વારા દફનવિધિ કબ્રસ્તાન માં કરીને ચાદર વિધી કર્યા બાદ ઘરે ફાતિયાની અંતિમ વિધી ચાલતી હતી એ વખતે પોલીસનો મોટો કાફલો નાલીયા માંડવી ગામે પહોંચી વિધીમાં હાજર હત્યા કરનાર આરોપી ને ઉઠાવી પુછપરછ કરતાં હત્યા નો ભેદ ઉકેલાયો હતો અને લાશ કબ્રસ્તાનમાં કબરમાંથી બહાર કાઢી ઉના હોસ્પિટલમાં પી એમ માટે ખસેડી મરણ જનારનાં ભાઈ ની ફરીયાદ નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર નાલીયા માંડવી ગામે રહેતા હનિફ જમાલ શેખ તેમનાં પરિવારજનોમાં ચાર ભાઈ તેમજ એક બહેન હોય તેમાં હનિફને વારંવાર ઝગડો કરવાની ટેવ હોય અને ગત રાત્રીના પણ ઘરમાં ભાઈ ઓ સાથે ઝગડો કર્યા બાદ શાંત પાડી દીધો હતો અને 21 એપ્રિલનાનાં સવારે સાત વાગ્યે પણ તેમનાં ભાઈ જાવીદ જમાલ શેખ સાથે હનિફ હાથમાં કુહાડી જેવાં ધાતક હથિયાર સાથે રાખીને ઝગડો કરતાં ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં એ વખતે હનિફનાં હાથમાં રહેલી કુહાડી જાવિદે શેખ એ ઝુંટવી પોતાનાં સંગા ભાઈ હનિફ જમાલ શેખનાં ગળાનાં ભાગે મારી દેતાં તેનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

બાદમાં આ મામલો ઘરનો હોવાથી ઘરનાં સભ્યો એ કોઈને જાણ કર્યા વગર મૃતક હનીફની દફનવિધિ કબ્રસ્તાનમાં કરી નાખવામાં આવી હતી પરંતુ દફનવિધિ માં હાજર મૃતકનાં ભાઈ ઈબ્રાહીમ જમાલ શેખ હાજર હતો તેણે પોલીસને જાણ કરતાં ઊના નવાબંદર અને એલસીબી પોલીસ નો મોટો કાફલો નાલીયા માંડવી ગામે ગોઠવી દીધો હતો અને કબ્રસ્તાનમાં અંતિમવિધિ પુણ કરીને મૃતકના પરિવારજનો સગાસંબંધીઓ ઘરે ફાતીયાની વિધી ચાલતી હતી તેમાં નાનાં ભાઈની હત્યા કરનાર જાવીદ જમાલ શેખ પણ હાજર હોય તેને પોલીસે ઉઠાવી પુછપરછ કરતાં તેણે તેનાં સગાભાઈની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

આ ધટનાની જાણ પોલીસ એ ઊના પ્રાન્ત અધિકારી અને મામલતદાર ને જાણ કરતાં કબ્રસ્તાન ખાતે દોડી આવીને મુસ્લિમ સમાજનાં અગ્રણીની ઉપસ્થિતિમાં કબર માંથી મૃતદેહ બહાર કાઢીને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડી મૃતકનાં ભાઈ ઈબ્રાહીમ જમાલ શેખની ફરીયાદ નોંધી જાવિદ જમાલ શેખ વિરુદ્ધ હત્યા અને પુરાવાઓ નાશ કર્યા અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

હનીફની ઘરમાં સવારે હત્યા કર્યા બાદ ઘરમાંથી લોહીના ડાઘ સહિત પુરાવાનો નાશ કર્યો અને બપોરે ઘર મેળે દફનવિધિ કરી નાખી અને દફનવિધિ કર્યા બાદ સૌથી નાનો ભાઈ ઇબ્રાહિમે હત્યાની હકીકત પોલીસને જાણવી પોતાના ભાઈ જાવિદ વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ નોંધાવી બાદ માં પોલીસે કબર માંથી મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે ઇબ્રાહિમ પણ કબર પરથી માટી ખસેડવામાં સાથે રહ્યો હતો. ભાઈ ના મૃતદેહ પર દફનવિધિ વખતે માટી નાખી અને કલાકો બાદ માટી કાઢી ત્યારે ઇબ્રાહિમ ભાવુક થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *