ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો

હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની…

હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી

ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની ઘટનામાં મૃતકના ભાઇએ નોંધાવેલી ફરિયાદ બાદ ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં આ કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવકને તેના જ સાળાએ કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે આ મામલે સાળા અને તેના મિત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભચાઉ રેલવે સ્ટેશન નજીક કારીયા ધામ પાસે રહેતા મૃતકના ભાઇ આનંદભાઇ પ્રેમજીભાઇ છગનભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાઇ વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ (કોલી) એ વર્ષ 2023માં મેહુલ કોલીની બહેન શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી શિલ્પાનો પરિવાર નારાજ હતો.

બુધવારે રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં જ્યારે વિનોદ ફૂલવાડી વિસ્તારમાંથી પગપાળા પસાર થઈ રહ્યો હતો, ત્યારે તક જોઈને મેહુલે તેના પર બોલેરો કેમ્પર ગાડી ચઢાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે વિનોદનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મેહુલ સાથે તેનો મિત્ર હર્ષદ પ્રજાપતિ પણ ગાડીમાં હાજર હતો.હર્ષદ પ્રજાપતિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને શેઠની ગાડી લઈને આવ્યો હતો.

જે તેણે મેહુલને ચલાવવા આપી હતી.આ બંને આરોપીઓએ ગત 6 જુલાઈ 2024ના રોજ નગરપાલિકાના કર્મચારી અને તેના પુત્ર પર પણ હિંસક હુમલો કર્યો હતો, જેની ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે.પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત લાગતો હતો, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં પ્રેમલગ્નની અદાવત હોવાનું ખૂલ્યું છે. આ ઘટનામાં સૌથી કરૂૂણ પાસું એ છે કે વિનોદ અને શિલ્પા છ મહિના પહેલા જ માતા-પિતા બન્યા હતા. સંતાનના જન્મની ખુશી હજુ ઘરમાં પ્રસરેલી હતી ત્યાં જ સાળાએ કરૂૂણ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ આ ઘટનાથી પરિવારમાં શોક ફેલાયો છે.

લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો, ગ્રામ્યના કુલ ચાર દર્દીઓ દાખલ
ગુજરાત મિરર, જામનગર તા.28- જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે લાલપુર માં વધુ એક નોંધાયો છે. લાલપુર ના 47 વર્ષ ના મહિલા ને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની છગન સારવાર ચાલી રહી છે. જામનગર ગ્રામ્ય પંથક માં અત્યાર સુધીમાં કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયો છે તેમાં થી ત્રણ દર્દીઓ ને રજા આપી દેવામાં આવી છે. જ્યારે ચાર દર્દીઓ આજ ની સ્થિતિ એ સારવારમાં છે. લાલપુર પંથકમાં આજે નોંધાયેલા કોલેરાના કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરીમાં આવી હતી જેમાં 80 મકાનો નો સર્વે કરવામાં આવ્યો હતો. અને 338.ની વસ્તી ને આવરી લેવામાં આવી હતી.14 ઓઆરએસ ના પેકેટ નો વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 740 ક્લોરીન ની ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *