વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલો

રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેરના રંગ પર ગામે આઈધામ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા…

રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેરના રંગ પર ગામે આઈધામ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા રવિ રતાભાઇ ગોગિયા નામનો 30 વર્ષનો યુવાન વાંકાનેરના રંગપર ગામે આવેલ આઇધામ મંદિર ખાતે હતો ત્યારે બપોરના સમયે તેના સાળા કાળું જાદવ, દિલીપ જાદવ અને મયુર જાદવ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોક પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા રવિ ગોગીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં રવિ ગોગીયા ઉપર હુમલો કરના શખ્સો તેના સાળા થાય છે અને રંગપર ગામે યોજાયેલા જ્ઞાતિના સમૂહ લગ્નમાં રવિ ગોગીયા ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *