બેકાબુ BRTSની બસે રેલીંગ તોડી, ત્રણ વાહનોને ઠોકરે લીધા

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી ઇછઝજ બસ અચાનક…

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી ઇછઝજ બસ અચાનક બેકાબુ બની હતી અને રેલિંગ તોડી બસ ઇછઝજ ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તામાં આવી ગઈ હતી.તેમજ ત્રણેક વાહનને ઉલાડ્યા હતા અને આ મામલે પોલીસમાં બસના ચાલક સામે સરકારી મિલકતને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગતો મુજબ,ઇન્દિરા સર્કલ તરફથી આવી રૈયા ચોક તરફ જતા સમયે પુરપાટ ઝડપે અચાનક બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અંદાજિત 30 ફૂટ જેટલી ઇછઝજ ટ્રેકની રેલિંગ તોડી દીધી હતી અને બાજુમાં રસ્તા પરથી પસાર થતી અન્ય બે કારને અડફેટે લીધી હતી.ઇછઝજ બસના ચાલક ધર્મેશભાઈ શીંગરાખિયાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.ઇછઝજ બસના ચાલક ધર્મેશભાઈ શીંગરાખિયાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.બોલેરો અને સ્વિફ્ટને અડફેટે લીધી ઇછઝજ બસના ચાલક ધર્મેશભાઈ શીંગરાખિયાએ ચાલુ બસે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે એક મારુતિ સ્વીફ્ટ કાર અને બોલેરો કાર નંબરને અડફેટે લીધી હતી. જેમાં સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

આ બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક બસ ચાલકની અટકાયત કરી ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. પરંતુ સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણ રીતે બસચાલકની બેદરકારી હોવાનું દેખાઈ રહ્યું છે.

આ ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા બસ ચાલક ધર્મેશને મેડિકલ ચેકઅપ અર્થે લઇ જવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે તે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેણે કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ ચાલક ધર્મેશ સામે સરકારી મિલકતને નુકશાન કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ઓવરબ્રિજ નીચે રિલાયન્સ મોલની સામે એક નેક્સન કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાઈડ પણ ઇછઝજ રેલિંગ તોડી BRTSટ્રેકમાં ઘુસી ગઈ હતી જેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *