વડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગ

22 લાખના દારૂ ભરેલું ટેન્કર છોડાવવા SMCની ટીમ ઉપર ટોળાંએ હુમલો કર્યો: ત્રણ શખસોની ધરપકડ, આઠ વોન્ટેડ વડોદરા હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રકને પકડવા ગયેલી…

22 લાખના દારૂ ભરેલું ટેન્કર છોડાવવા SMCની ટીમ ઉપર ટોળાંએ હુમલો કર્યો: ત્રણ શખસોની ધરપકડ, આઠ વોન્ટેડ

વડોદરા હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રકને પકડવા ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપર ત્રણ બૂટલેગરો સહિતના શખ્સોએ પથ્થરમારો કરી હૂમલાનો પ્રયાસ કરતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પીએસઆઇએ સ્વ બચાવમા બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણ શખસોને ઝડપી લીધા હતા. એસએમસીની ટીમે રૂ. 22.69 લાખના વિદેશી દારૂ સહિત 62.88 લાખનો મુદામાલ કબજે કર્યો હતો આ ઘટનામાં સંડોવાયેલ 8 શખ્સોને ફરાર જાહેર કર્યા છે.

બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે તેઓ ગુજરાતમાં દારૂૂ ઘુસાડવામા માટે કંઈ પણ કરે છે આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની છે જેમાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો બુટલેગરોએ કર્યો છે,ક્ધટેનરમાં દારૂૂ ભરીને આવતો હતો તેવી માહિતી ટીમ પાસે હતી જેના કારણે દરોડા પાડવાના હતા દારૂૂના કટીંગ વખતે પહોંચી હતી SMCની ટીમ અને હાઇવે પર ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં રેડ કરવા પહોંચી તે દરમિયાન આ ઘટના બની હતી,દારૂૂ ઘુસાડવાનો પ્રયાસ SMCએ નિષ્ફળ બનાવ્યો હતો.

એસએમસીની ટીમે દારૂ ભરેલા ક્ધટેનર તેમજ અન્ય વાહનોમા દારૂનુ કટીંગ ચાલતુ હતુ ત્યારે દરોડો પાડયો હતો. રૂ. 22.69 લાખના દારૂની 10141 બોટલ દારૂ કબજે કરવામા આવ્યો હતો. દારૂ ભરેલુ ક્ધટેનગર છોડાવવા માટે બુટલેગરોએ હુમલો કર્યો હતો જેમા સ્વ બચાવમા એસએમસીના પીએસઆઇ ખાંટે ફાયરીંગ કરતા બુટલેગરના ક્ધટેનરની ગાડીઓ પર બે રાઉન્ડ ફાયરીંગથી નાસભાગ મચી ગઇ હતી. એસએમસીએ સ્થળ પરથી વડોદરા આજવા રોડ ઉપર રહેતા ફીરોજ યાકુબ દિવાન તથા યાકુબપુરામા રહેતા અલ્તાફ હુસેન યાકુબ હુસેન દિવાન તથા એકતાનગરના રત્નસિંગ જબ્બરસિંગ સોઢાની ધરપકડ કરી હતી જયારે આ દરોડા બાદ મુખ્ય બુટલેગર ઝુબેર સફીક મેમણ તથા ઝુબેર સાથેનો એક અન્ય શખ્સ ઇનોવાનો ડ્રાઇવર અને પાંચ મજુર સહીત 8 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
એસએમસીએ રૂ. રર લાખનો વિદેશી દારૂ તથા વાહનો મળી રૂ. 6ર.88 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય સાથે ડીવાયએસપી કે. ટી. કામરીયાની સુચનાથી પીએસઆઇ ખાંટ અને તેમની ટીમે આ દરોડો પાડયો હતો.

હરણી પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો છે જેના કારણે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ પણ સસ્પેન્ડ થઈ શકે છે,સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા દરજીપુરા હાઇવે પર બાતમીને આધારે માર્યો હતો છાપો તો સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર જી ખાંટ એ સ્વ બચાવવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી,ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાની નથી થઈ અને ફાયરિંગની ઘટનાને લઇ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.હરણી પોલીસ મથકે ડીસીપી અભિષેક ગુપ્તા અને પીસીબી પીઆઇ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *