શહેરના રામનાથપરામાં નવયુગપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી સ્વીફ્ટ કાર માંથી રૂૂ.2.78 લાખની 864 બોટલ વિદેશી દારૂૂ સાથી એક શખ્સની ધરપકડ કરી રૂૂ.6.78 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ દારૂૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાને પગલે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં દારૂૂ અને જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમના એ.એસ.આઈ. અમીતકુમાર અગ્રાવત, જયરાજભાઈ કોટીલા અને દિલીપભાઇ બોરીચાને મળેલ ચોક્કસ હકીકત આધારે રામનાથપરા જુની જેલ સામે નવયુગપરા શેરી નં.2 ના ખુણે રોડ વોચ ગોઠવી સ્વીફ્ટ કાર નંબર જીજે-10-એપી 8311 ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂૂ.2.78 લાખની 864 બોટલ વિદેશી દારૂૂ અને કાર મળી રૂૂ.6.78 લાખનો મુદ્દમાલ કબજે કરી સાધુવાસવાણી રોડ ઉપર જનકપુરી આવશ યોજના ક્વાટર્સ નંબર 1166 માં રહેતા દિલીપ શંકર પરમાર (ઉવ22)ની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પી.આઈ એમ.એલ.ડામોર પી.આઈ સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા તથા એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂૂપાપરા તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ દવે કામગીરી કરી હતી.
