ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસ

  રાજકોટ 8.9, નલિયા 8.6 ડિગ્રીએ ઠુઠવાયું, અમરેલીમાં 9.7 ડિગ્રી ગુજરાતવાસીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. સતત ઉતરોત્તર વધતી જતી ઠંડીથી અસર જનજીવન પર પણ…

 

રાજકોટ 8.9, નલિયા 8.6 ડિગ્રીએ ઠુઠવાયું, અમરેલીમાં 9.7 ડિગ્રી

ગુજરાતવાસીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. સતત ઉતરોત્તર વધતી જતી ઠંડીથી અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. નલિયા 6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે તો ભુજમાં 8.6 ડિગ્રી, અમરેલી 9.7 ડિગ્રી તથા રાજકોટમાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-2024 અને ડિસેમ્બર-2025માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના 31 દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 22 વખતલ 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર 4 વખત પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *