ભારત વિશ્ર્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં, ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિશ્ર્વનું ત્રીજુ એવિએશન માર્કેટ
બે દાયકા પૂર્વે સપનાથી શરૂ થયેલી યાત્રા આજે અતૂટ ભરોસા સુધી પહોંચી: રાજકોટની વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનનું જુસ્સાદાર સંબોધન
રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ગુજરાતમાં આયોજિત સમિટને સંબોધિત કરતા જણાવ્યું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, “ભારતમાં મોંઘવારી કંટ્રોલમાં છે. ખેડૂતોની પેદાશ એટલે કે કૃષિ ઉત્પાદન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. જેનરિક દવાઓના ઉત્પાદનમાં પણ ભારત આજે દુનિયામાં પહેલા નંબર છે અને દુનિયામાં સૌથી વધુ વેક્સિન બનાવનારો દેશ પણ ભારત જ છે.”
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ’છેલ્લા 11 વર્ષોમાં ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઈલ ડેટા ક્ધઝ્યુમર બની ગયો છે. આપણું યુપીઆઇ દુનિયાનું નંબર 1 રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બની ગયું છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. ભારત પાસે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. આપણે ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છીએ. મેટ્રો નેટવર્કના મામલામાં આપણે દુનિયાના ટોપ-3 માં સામેલ થઈ ગયા છીએ. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હશે. આવી સ્થિતિમાં અમેરિકા હોય કે ચીન, ભારતને નજરઅંદાજ કરવું હવે કોઈના હાથની વાત નથી.’
વાઈબ્રન્ટ ગુજરાતમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, “2026ની શરૂૂઆત પછી આ મારી ગુજરાતની પ્રથમ મુલાકાત છે. તે વધુ સુખદ એટલા માટે છે કારણ કે મારી 2026ની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં નમન કરીને શરૂૂ થઈ છે. હું ગુજરાતના દિલ રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. તેનો અર્થ છે ’વિકાસ અને વિરાસત’ બન્ને. આ મંત્ર આજે દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે.”
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આ સફરની શરૂૂઆત એક સપનાથી થઈ હતી જે આજે નવા મુકામ પર છે. અમે કોર્પોરેટ ગ્રુપ, કો-ઓપરેટિવ અને સ્ટાર્ટઅપ્સ સાથે સીધી ચર્ચા કરીએ છીએ. છેલ્લા 20 વર્ષોમાં વાઈબ્રન્ટ ગુજરાત (VG)એ કંઈક નવું અને ખાસ લક્ષ્ય હાંસલ કર્યું છે. રિજનલ સમિટ હવે ઇન્ટરનેશનલ બની ગઈ છે. દરેક સમિટની પોતાની સંભાવના અને ક્ષમતા હોય છે. 21મી સદીનો એક ચોથાઈ ભાગ વીતી ચૂક્યો છે. ભારત ત્રીજી મોટી ઇકોનોમી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ભારત પાસે દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. મોંઘવારી કંટ્રોલમાં છે. સૌથી ઝડપી વિકાસ થઈ રહ્યો છે. દૂધ, જેનરિક મેડિસન, સૌથી વધુ વેક્સિન ભારત બનાવી રહ્યું છે.”
પીએમ મોદીએ રવિવારે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છે ભારતના વૈશ્વિક ઉત્પાદન હબમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજકોટમાં 250,000 થી વધુ MSME છે. અહીંના વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટરો સ્ક્રુડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ, એરોપ્લેન, ફાઇટર પ્લેન અને રોકેટ પાર્ટ્સ સુધી બધું જ બનાવે છે.
આ દરમિયાન, પીએમએ તેમના એક જૂના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. “જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં એક વખત કહ્યું હતું કે મોરબી, જામનગર અને રાજકોટ એક દિવસ ’મીની જાપાન’ બનશે. લોકોએ તેની મજાક ઉડાવી હતી, પરંતુ આજે વાસ્તવિકતા બધાની સામે છે.”
પીએમએ મારવાડી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાદેશિક સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ 11-12 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેનના પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2026ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ’વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં 10 વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME , સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.
વડાપ્રધાને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું યુપીઆઇ દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.
આજ સમય છે, સાચો સમય છે રોકાણનો
વડાપ્રધાને આ તકે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ”વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરતી એ શીખવ્યું છે કે, પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, જો ઈમાનદારી અને મહેનતથી મક્કમ રહીએ તો સફળતા જરૂૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પરિશ્રમથી તેમનું ભાગ્ય બદલ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ ખજખઊ કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.
મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ’મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિક્ધડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.
