અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4

  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…

 

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે અને અમરેલીમાં તાપમાનમાં અચાનક પાંચ ડિગ્રી ઘટી પારો 6 ડિગ્રીએ સરકી જતા લોકો ઠીંગરાઇ ગયા હતા.

આ ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયુ હતુ. તો દરિયાકાંઠે આવેલા પોરબંદરમાં આ સિજનમાં પ્રથમ વખત તાપમાન 8.9 ડિગ્રીએ પહોંચ્યુ છે. આ સિવાય નલિયામાં 9.6 ડિગ્રી એ ડિસામાં 9.3ડિગ્રી સે તાપમાન રહ્યુ છે. જયારે હુંફાળા દિવમાં પણ 10.2 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વડોદરામાં પણ 10 ડિગ્રી ઉ ભાવનગરમાં 10.6 ડિગ્રીએ કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે.

ગુજરાતમા ઓખા-દ્વારકા સિવાયના વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 0.8 ડિગ્રી સે.થી માંડી 5.4 ડિગ્રી સે. સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે, પવનની ઝડપ ઘટી જતાં ઠંડીનો અનુભવ પ્રમાણમાં ઓછો થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *