લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયો

બે દિવસ પૂર્વે દૂધ લેવા જતાં શ્રમિક યુવાનને અકસ્માત નડયો’તો લાઠીના ચાવંડ ગામે રહેતો શ્રમિક યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને દૂધ લેવા જઈ…

બે દિવસ પૂર્વે દૂધ લેવા જતાં શ્રમિક યુવાનને અકસ્માત નડયો’તો

લાઠીના ચાવંડ ગામે રહેતો શ્રમિક યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને દૂધ લેવા જઈ રહ્યો હતો ત્યારે ભુરખીયા રોડ પર અજાણ્યા કાર ચાલકે શ્રમિક યુવકના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. યુવકે સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લાઠી તાલુકાના ચાવંડ ગામે રહેતો તેરસિંહ ખેલજીભાઈ શિંગાળ નામનો 35 વર્ષનો યુવાન ગત તા.14ના રોજ નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ભૂરાખીયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કરકોલીયાના પાટીયા પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગર નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક તેરસિંગ શિંગાળ સોલાર કંપનીમાં કામ કરતો હતો અને મૂળ મધ્યપ્રદેશનો વતની હતો બે ભાઈ પાંચ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેરસિંગ દૂધ લેવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લાઠી પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *