મોરબીમાં સાવસાર પ્લોટ વિસ્તાર એટલે કે હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે અનેક દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પોલીસ પણ રોકતી નથી ત્યારે બીજી તરફ આડેધડ પાર્ક કરેલ વાહનો એમ્બ્યુલન્સને રોકવા માટે મજબૂર કરે છે.
આજુ બાજુમાં આવેલ હોસ્પિટલોમાં “મંજૂરી”અનુસંધાને પાર્કિંગ તો કર્યા છે પરંતુ આ પાર્કિગમાં વાહનોને બદલે મેડિકલ સ્ટોર્સ,લેબોરેટરી બનાવી દેવામાં આવી છે. અને એ પણ ઠીક પણ દર્દીઓના વાહનોને હોસ્પિટલના પાર્કિગમાં પાર્ક પણ કરવાની મનાઈ કરવામાં આવે છે તો આ પરિસ્થિતિ માટી જવાબદાર કોણ?કેમ આ મામલે તંત્ર કોઈ પગલા નથી ભરતું?હવે તો મોરબી ટ્રાફિક પોલીસ પાસે ટોઈંગ ક્રેન પણ છે તો લોકોની સુખાકારી માટે ક્રેનનો ઉપયોગ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.
