જેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈ

રૂા.1.38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું જીલ્લામાં દારૂૂની હેરાફેરી રોકવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામની સીમમાં…

રૂા.1.38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું

જીલ્લામાં દારૂૂની હેરાફેરી રોકવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂૂ, એક એક્ટિવા અને એક અલ્ટો કાર સહિત કુલ 1.38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે જેતલસર ગામમાં એક એક્ટિવા નં. જીજે -03-એન.એલ-2332 અને એક અલ્ટો નં. જીજે-03-ઈઆર-1567માં રૂૂ.8,650ના 82 ચપલા અને વાહનો મળી રૂૂ.1.38 લાખના મુદ્દમાલ સાથે સ્મિતભાઈ ઉર્ફે ભૂંગરી ભાવેશભાઈ વૈષ્ણવ (ઉં.વ. 22, રહે. જેતલસર). 2. અલ્પેશભાઈ અશ્વિનભાઈ ગુજરાતી (ઉં.વ. 28, રહે. જેતલસર)ની ધરપકડ કરી હતી આ દારૂૂનો જથ્થો જેતલસર જસકુ જીતુભાઈ હુદડે સપ્લાય કર્યાનું ખુલ્યું હતું જેની પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી), 98(2) અને 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. અજીતભાઈ રણમલભાઈ ગંભીર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. હાલ પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા અને આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *