મૃતકના પરિવારમાં શોક છવાયો
ચોટીલા હાઈવે પર હરિધામ સોસાયટી પાસે ટ્રકે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. મૃતકના દાદા 13 દિવસ પહેલા કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. દાદાના મૃત્યુના શોકના દિવસોમાં બીજો બનાવ બનતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
ચોટીલાના મફતીયાપરામાં રહેતા 18 વર્ષના ગૌતમ ધરમશીભાઈ સિહોરા તેમનું બાઇક લઇ જઈ રહ્યા હતા. ત્યારે ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે પર હરિધામ સોસાયટી પાસે અજાણ્યા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગૌતમનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ટ્રકની ટક્કરથી મૃતક યુવાનની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. અકસ્માત ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરાવ્યો હતો.
