રાજુલાના કોવાયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા બાઈકચાલકનું મોત

અમરેલી જિલ્લામાં માર્ગની અત્યંત હાલત ખરાબ થવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે મોડી રાતે રાજુલા તાલુકાના કોવાયા લોઠપુર વચ્ચે બાઇક ચાલક કનુભાઈ લાખાભાઈ લાખણોત્રા…

અમરેલી જિલ્લામાં માર્ગની અત્યંત હાલત ખરાબ થવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે મોડી રાતે રાજુલા તાલુકાના કોવાયા લોઠપુર વચ્ચે બાઇક ચાલક કનુભાઈ લાખાભાઈ લાખણોત્રા જૂની બારપટોળી ગામના રહેવાસી કોવાયા ગામથી એક ખાનગી કંપનીમાં કામ કરી રાત્રીના સમયે બાઇક લઈ ઘરે જતા સમયે અકસ્માતની ઘટના બની છે અહીં કોઈ અજાણીયા ભારે ટ્રક ચાલકએ ટક્કર મારી ત્યારબાદ બાઇક ચાલક ટાયર્સમાં આવી ગયા બાદ દૂર દૂર સુધી મૃતકની લાશ ઢસડી લઈ જવાયો હતો આ યુવકનું મોત થયું છે આ અકસ્માતની ઘટના હિટનરન જેવો બનાવ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અકસ્માતની ઘટના બનતા પીપાવાવ મરીન પોલીસ અકસ્માત સ્થળે પોહચી અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ હાથ ધરી અજાણીયા વાહન ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું મોત થયા બાદ રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતની જાણ થતાં આહીર સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શોકમય માહોલ સર્જાયો હતો મૃતક પરિવારના પોલીસ દ્વારા અકસ્માત અંગે નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *