ઉના ના નવાબંદર મરીન પોલીસન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. એમ.એ. રાઠોડ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પાંચાભાઇ, દિનેશકુમાર, વિજયભાઇ સહદેવસિંહ જેઠીજી,હરીભાઇની અલગ-અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ફુટેજ,ટેક્નિકલ રીસોર્સ તેમજ હ્યુમન સોર્સથી માહિતી એકત્ર કરી અલગ-અલગ દિશા ઓમાં તપાસ હાથ ધરાઈ હતી.
સંયુક્ત ખાનગી બાતમી અને ચોરીની કબૂલાત હકીકત મળેલ કે મોટરસાયકલ ચોરીના ગુન્હામાં મદદ કરનાર શખ્સ કિરીટ બાબુલાલ સોલંકી રહે નાઠેજ વાળો ઉના ના સીમર ગામે છે. જેથી સીમર ગામે ત્રણ રસ્તા પાસે વોચમાં હતા દરમ્યાન આરોપી આવતો હોયજેનેરોકાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછ પરછ કરતા ચોરીની મો.સા. લાવવામાં પોતે મદદ કરતો હોવાનીકબૂલાત કરી હતી. કિરીટભાઇ બાલુભાઇ સોલંકી, રહે. નાઠેજ વાળા ની અટકાયત પોલીસ એ કરી મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કર્યો હતો.
