ઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યા

રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રિક સહિત 4 સંસ્થાઓના માલિકો સામે કાર્યવાહી બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ બાળ શ્રમ રોજગાર નાબૂદી અંગેની ટાસફોસ દ્વારાબાળ મજૂરી નાબૂદી રેડ ”…

રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રિક સહિત 4 સંસ્થાઓના માલિકો સામે કાર્યવાહી

બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ બાળ શ્રમ રોજગાર નાબૂદી અંગેની ટાસફોસ દ્વારાબાળ મજૂરી નાબૂદી રેડ ” કરી ઊના શહેર વિસ્તારમાં વિવિધસ્થળોએતપાસહાથ ધરવામાં આવી હતી.

ઉના શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડીને રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રીક, ઘનશ્યામ ઓટો સ્પેર્સ અને માંડવી દાબેલીમાં એક એક તરૂૂણ શ્રમયોગી મળી કુલ 04 તરૂૂણ શ્રમયોગીઓ મળી આવ્યા હતા. બાળ મજૂરીથી થતું બાળકોનું શોષણ અટકાવવાતથાજિલ્લા માં બાળમજૂરીનું નિયંત્રણ કરવા હેતુથી કરાયેલી કાર્યવાહીમાં સંબંધિત સંસ્થાના માલિકને નોટીસ પાઠવી આગળની કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ રેડમાં સરકારી શ્રમ અધિકારી એમ.એચ. પરમાર, જિલ્લા રોજગાર કચેરીના આર. એમ. વાઘ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના વી. વી. ગોજીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના જે. પી. ગોસ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ડી. ડી. મકવાણા, ઉના નગરપાલિકાના એસ. કે. ચાવડા, આર. એમ. ડાંગર, બી. એલ. બારીયા, ઉના સીટી પોલિસ સ્ટેશન-ઉના શ્રીમતી ચેતનાબેન પ્રેમજીભાઈનો સહયોગ રહ્યો હતો.

બાળ અને તરૂૂણ શ્રમ પ્રતિબંધ અને નિયમન અધિનિયમ-1986 મુજબ 14 વર્ષથીઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવવું અને 14થી 18 વર્ષના તરૂૂણો પાસે જોખમી વ્યવસાયોમાં કામ કરાવવું ગુનો બને છે.
નાગરિકોને કોઈ પણ સ્થળે બાળમજૂરી જણાય તો શ્રમ વિભાગ,પોલીસ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર જાણ કરવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *