કેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોત

કેશોદના રેવદ્રા ગામ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઈક સ્લિપ થતાં બાઈક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના…

કેશોદના રેવદ્રા ગામ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઈક સ્લિપ થતાં બાઈક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતની જાણ થતાં 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી બેભાન યુવકને સરકારી હોસ્પીટલ ખસેડાયો હતો. જયાં ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટના અંગે મળતી વિગત મુજબ રમેશભાઈ ભાયાભાઈ દેવાયતા ઉં. વ. 35 તેની જીજે 25 એએફ 3190 નંબરની સ્પોર્ટસ બાઇક લઇ ગેલાણાં ગામ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે રેવદ્રા ગામના બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં તેનું બાઈક સ્લિપ થયું હતું.

યુવક બાઇક પરથી ફંગોળાતાં પથ્થર સાથે અથડાવાથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને 108 ટીમ મારફત સરકારી હોસ્પિટલ ખસેડાતાં ડોકટરે યુવકનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ ઘટના બનવા પાછળ વળાંકમાં પુલનું કામ ચાલતું હોય રસ્તાં કાંઠે પડેલ માટી પર વરસાદ પડતાં કાદવ કિચડ જવાબદાર હોવાનું અનુમાન છે. તંત્રએ અકસ્માત અને નુકશાની ટાળવા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરવાની થતી હોય છે પરંતુ તંત્રએ રોડ પર માટી સાફ કરવાની આળશ કરતાં બાઈક સ્લિપ થવાની ઘટનામાં યુવકે જાન ગુમાવ્યો હોય તેવું સ્થાનિકોનું માનવું છે. પોલીસે અકસ્માતની ઘટના અંગે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *