ગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયું

સિકસલેનના કામમાં કોન્ટ્રાકટરે બેરિકેડસ નહીં મુકતા સર્જાયેલો અકસ્માત, દંપતી-બે બાળકોનો બચાવ રાજકોટ-ગોંડલ હાઈવે સિકસલેન બનાવવાના કામમાં કોન્ટ્રાકટરની લાપરવાહીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી…

સિકસલેનના કામમાં કોન્ટ્રાકટરે બેરિકેડસ નહીં મુકતા સર્જાયેલો અકસ્માત, દંપતી-બે બાળકોનો બચાવ

રાજકોટ-ગોંડલ હાઈવે સિકસલેન બનાવવાના કામમાં કોન્ટ્રાકટરની લાપરવાહીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવાની વ્યાપક ફરિયાદોનો હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં ગોંડલની ગુંદાળા ચોકડી નજીક રોડ ઉપર આડસવગરના ખાડામાં બે બાળકો અને દંપતિ સાથેનું મોટર સાયકલ ખાબકયું હતું. સદનશીબે આ લોકોને સામાન્ય ઈજા જ થતા બચાવ થયો હતો.

ગોંડલ નેશનલ હાઈવે પર ગુંદાળા ચોકડી નજીક અર્જુન હોટલ પાસે ગઈકાલે સાંજે 8 વાગ્યાની આસપાસ એક દુર્ઘટના સર્જાઈ હતી. ઈશ્વર માર્કેટિંગની સામે રોડ પર રહેલા ખાડામાં એક બાઈક સવાર પરિવાર પડી ગયો હતો.

બાઈક પર સાથે બે બાળકો સવાર હતા. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો અને પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડી જઈને ખાડામાં પડેલા પરિવારને બહાર કાઢ્યો હતો. સમગ્ર ઘટના નજીકના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી.

હાઈવે ઓથોરિટી દ્વારા આ સ્થળે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. આ માર્ગ પર આગળ પણ એક ખાડો છે, જ્યાં સેફ્ટી બેરિકેડ્સ કે ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકોના મતે, આવી બેદરકારીના કારણે ભવિષ્યમાં વધુ અકસ્માત થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *