વગર લગ્ને મિત્રની માતા સાથે રહેતો હોવાનો ખાર અને તેની પુત્રી સાથે લગ્ન કરવાની જીદ સાથે મિત્રએ હુમલો કર્યાની ફરિયાદ
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં બે સંતાનોની માતા એવી સ્ત્રી મિત્ર સાથે રહેતા યુવકને તેના જ મિત્રએ મિત્રની માતા સાથે રહેતો હોવાનો ખાર રાખી અને તેની પુત્રી સાથે લગ્ન કરવાની જીદ સાથે બે શખ્સ સાથ મળી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા જીગર જલુભાઈ ગોગરા (ઉ.30) પોતાના ઘર પાસે હતો ત્યારે મિત્ર નવાજ ગુલામભાઈ સંધી, શાહરૂખ સાંઘ અને સુનિલ ઉર્ફે સમલો નામના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત જીગર ગોગરાએ હુમલાખોર શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેની સ્ત્રી મિત્ર નસીમબેન અને તેની દીકરી દીકરા સાથે રહે છે. જીગર ગોગરાના મિત્ર નવાબ સંધી મધરાત્રે તેના ઘર પાસે ધસી આવ્યો હતો અને ‘તું મારા મિત્રની માતા સાથે કેમ રહે છે અને નસીમને કહી દે જે તેની દીકરીના લગ્ન મારી સાથે કરી આપે’તેમ કહી બિભત્સ ગાળો ભાંડી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદના આધારે બી-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
