મેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધો

રાજકોટમા રહેતા અને મેટોડાની એક કંપનીમા નોકરી કરતા યુવાનને વોટસઅપ મારફતે પરીચયમા આવેલા અને પોતાને બિલ્ડર તરીકેની ઓળખ આપી મળવા બોલાવી કાવત્રુ રચી આ યુવકને…

રાજકોટમા રહેતા અને મેટોડાની એક કંપનીમા નોકરી કરતા યુવાનને વોટસઅપ મારફતે પરીચયમા આવેલા અને પોતાને બિલ્ડર તરીકેની ઓળખ આપી મળવા બોલાવી કાવત્રુ રચી આ યુવકને ધમકાવી તેની પાસેથી રૂ. 1.10 લાખની લુંટ ચલાવ્યાનાં બનાવમા મેટોડા પોલીસે રાજકોટનાં 6 શખસોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ ભોગ બનનારનુ નામ પોલીસે જાહેર કર્યું નથી, તેની સાથે સોશિયલ મીડિયા મારફત આરોપી નિકુંજ ગોંડલીયાએ સંપર્ક કેળવ્યો હતો અને ગઈ તા.9ના રોજ રાત્રે મેટોડા ફલેટ જોવા માટે બોલાવ્યા બાદ ખીરસરાથી મોટાવડા રોડ પર આવેલા બંધ ફલેટમાં લઈગયો હતો. જયાં અન્ય પાંચ આરોપીઓએ આવી અહીં શું કરો છો તેમ કહી રાજકોટના યુવાનને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી, તેની પાસેથી કુલ રૂૂા.1.10 લાખની લુંટ કરી હતી. યુવકનાં ખીસામાથી રૂ. 4 હજાર રોકડા લુટી લીધા બાદ એટીએમ કાર્ડ માથી 66 હજાર અને ગુગલ પે માથી 40 હજાર મળી રૂ. 1.10 લાખ પડાવ્યા હતા.

જે અંગે ફરિયાદ નોંધાયા બાદ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઇ એસ. એચ. શર્મા અને તેમની ટીમે તપાસના અંતે છ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં નિકુંજ નરોતમ ગોંડલીયા (ગોંડલ રોડ), યોગેશ ઉર્ફે રાકેશ રામસીંગ સીગર (ઉ.વ.25, રહે. વેલનાથ જડેશ્વર પાર્ક, હુડકો ચોકડી), તાજમહંમદ સીદીક કટીયા (ઉ.વ.45, રહે. કોઠારીયા સોલવન્ટ, ત્રણ માળીયા કવાર્ટર), કેતન ઉર્ફે ચેતન ઉર્ફે ચોટી મુકેશ દેગામા (ઉ.વ.ર1, રહે. વેલનાથ જડેશ્વર પાર્ક, હુડકો ચોકડી), ઈરફાન ઉર્ફે તલવાર મોહંમદ બુખારી (કોઠારીયા મેઇન રોડ ત્રણ માળીયા કવાર્ટર) અને ઈમરાન ઉર્ફે દબંગ મામદભાઈ સોઢા (ઉ.વ.35, રહે. મહાત્મા ગાંધી સોસાયટી, કોઠારીયા મેઈન રોડ)નો સમાવેશ થાય છે.

આ ટોળકી પાસેથી પોલીસે લુંટમાં ગયેલ રૂૂા.1.10 લાખ કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરોપી તાજમહંમદ સામે મોરબી તાલુકામાં દારૂૂનો, આરોપી કેતુન સામે આજી ડેમ પોલીસ મથકમાં એક ગુનો જયારે આરોપી ઈરફાન સામે જામનગર અને રાજકોટમાં પ્રોહિબીશનના ત્રણ ગુના નોંધાયેલા છે. ઝડપાયેલી ટોળકી સોશિયલ મીડીયા અને મોબાઈલ ડેટીંગ એપ મારફતે શિકારનો કોન્ટેક કરી મિત્રતા કેળવી અવાવરૂૂ જગ્યાએ બોલાવી લૂંટ કરવાની ટેવ ધરાવે છે. આ ટોળકીને ભોગ બન્યા હોય પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.જીલ્લા પોલીસ વડા હીમકરસિંહની સુચનાથી મેટોડાનાં પીઆઇ એસ. એચ. શર્મા સાથે મયુરસિંહ, યોગીરાજસિંહ, હરેશભાઇ , જશમતભાઇ, ઉપેન્દ્રસિંહ, રવુભાઇ, લકીરાજસિંહ, રાજદિપસિંહ અને શકિતસિંહ સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *