T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે ઓસ્ટ્રેલિયાને 23 રને અંતરથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની 19મી મેચ કોલંબો સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઝિમ્બાબ્વેએ ટુર્નામેન્ટમાં બીજી વખત કાંગારૂઓને હરાવ્યા છે. ટીમે 19 વર્ષ પહેલા 2007માં પણ ઓસ્ટ્રેલિયાને લીગ રાઉન્ડમાં હરાવ્યું હતું.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવ્યા. જેમાં સૌથી વધુ બ્રાયન બેનેટ 64(56), મારુમનીએ 35(21), રાયન બર્લે 35(30) અને સિકંદર રઝાએ 25*(12) રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા 170 રનના લક્ષ્ય સામે 146 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.
ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડી જોશ ઈંગ્લિશ 8(4), ટ્રેવિસ હેડ 17(15) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તેના બાદ કેમરુન ગ્રીન અને ટીમ ડેવિડ પણ 0-0 પર આઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા સંકટમાં ફસાયું હતું. પાવરપ્લેમાં જ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમના ચાર બેટરની વિકેટો પાડી દીધા બાદ કાંગારુઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જોકે તેના બાદ ગ્લેન મેક્સવેલ અને મેટ રોશોએ બાજી સંભાળી હતી. જોકે પછી મેક્સવેલ 31(22) રન કરીને આઉટ થઇ ગયા બાદ માર્કસ સ્ટોઇનિસ પણ 6 (4) રનમાં સસ્તામાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ હતી
