પાલિકાએ રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં બાઈકચાલક ખાબકતાં ગંભીર ઈજા

બેરીકેટ પણ ન મૂકનાર પાલિકા સત્તાધીશો સામે ભારે રોષ વડોદરા જિલ્લામાં ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખાડો ખોદયા બાદ તેને બેરીકેટ કરવામાં નહીં…

બેરીકેટ પણ ન મૂકનાર પાલિકા સત્તાધીશો સામે ભારે રોષ

વડોદરા જિલ્લામાં ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખાડો ખોદયા બાદ તેને બેરીકેટ કરવામાં નહીં આવતા પસાર થઈ રહેલા એક બાઈક સવાર આધેડ આ ખાડામાં ખાબકયા હતા. જેમને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

છાશવારે નગરપાલિકાઓની બેદરકારીઓ જોવા મળતી હોય છે. તેવામાં વધુ એક વખત વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળે છે વિકાસના કામોને વેગ તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિકાસના કામોમાં પણ આજે આડેધડ થતી કામગીરીમાં નાગરિકોના જીવને જોખમ ઊભું થતું હોય છે. ત્યારે આવો જ એક જીવને જોખમ ઊભું કરનારો કિસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં બન્યો છે. ડભોઇમાં તાઈવગા વિસ્તારમાં પસાર થઈ રહેલા એક બાઈક સવાર આધેડ પાલિકાએ ખોદેલા ખાડામાં ખાબક્યા હતા. મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદયો તો ખરો ખાડો, પરંતુ તેની આજુબાજુમાં બેરીકેટ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ બાઈક સવાર આખોદેલા ખાડામાં પડ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *