રાજીવનગરમાં ઘર પાસે જુગાર રમવાની ના પાડતા યુવક ઉપર શકૂનિઓનો હુમલો

જુદા-જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું શહેરમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં આવેલ રાજીવનગરમાં રહેતા યુવાને ઘર પાસે જુગાર રમવાની ના પાડતા શકુનીઓએ હુમલો…

જુદા-જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું

શહેરમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં આવેલ રાજીવનગરમાં રહેતા યુવાને ઘર પાસે જુગાર રમવાની ના પાડતા શકુનીઓએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૂૂખડીયાપરા વિસ્તારમાં આવેલ રાજીવનગરમાં રહેતો અવેશ રજાકભાઈ શેખ નામનો 22 વર્ષનો યુવાન સાંજના અરસામાં પોતાના ઘર પાસે હતો.

ત્યારે રાજેશ, આસિફ અને અફઝલ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો ઘર પાસે જુગાર રમતા હતા. ત્યારે અવેશ શેખે ઘર પાસે જુગાર રમવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય બનાવમાં ખીરસરામાં નંદનીબેન પ્રદીપભાઈ મિશ્રા (ઉ.વ.25)એ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. બીજા બનાવમાં કૃષ્ણનગર આરએમસી ક્વાર્ટરમાં રહેતી જિનલબેન ભીખાભાઇ મકવાણા નામની 25 વર્ષની યુવતીએ બીમારીની વધુ પડતી ટીકડીઓ પી લીધી હતી. ત્રીજા બનાવમાં જીવરાજ પાર્કમાં રહેતો જય મુકેશભાઈ રાઠોડ નામનો 31 વર્ષનો યુવાન લોધાવાડ ચોકમાં મંગલ લેબોરેટરીમાં હતો ત્યારે ફીનાઇલ પી લીધું હતું.
જ્યારે કેવડાવાડી મેઇન રોડ ઉપર રહેતા જગદીશભાઈ લાલજીભાઈ પારેખ નામના 60 વર્ષના વૃદ્ધ આજીડેમ પાસે બગીચામાં હતા ત્યારે ફિનાઈલ ગટગટાવી લીધું હતું.
જ્વલનશીલ પ્રવાહી પી લેનાર યુવતી સહિત ચારેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *