ફૂડ વિભાગે ગણેશ ચતુર્થીએ લીધેલ નમુનાના રિપોર્ટમાં ઘટસ્ફોટ, વધુ 22 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, શુદ્ધ ઘીના પાંચ સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી દરમિયાન મોદકના સેમપ્લ લેવામાં આવેલ જેનો રિપોર્ટ આજે આવતા મોદકમાં અખાદ્ય કલરની ફેળસેળ ખૂલતા ગણેશજી પણ મુંઝવણમાં મુકાય ગયા હોય તેવુ લાગી રહ્યુ છે.
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા “નિલેશ ડેરી ફાર્મ”, નવા થોરાળા શેરી નં.4/6 કોર્નર, રામનગર સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ચોકલેટ મોદક (મીઠાઇ-લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર (ટાટ્રાઝીન) ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામા આવી હતી તેમન આજ રોજ શહેરના જલારામ ચોક થી ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે (01)જલારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)આરાધના પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)આસોપાલવ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ધરતી રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)સોમનાથ નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (07)બર્ગર ભાઉ (08)વિનાયક બેકરી પાર્લર (09)આશાપુરા પ્રોવિઝન સ્ટોર (10)ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ભૂમિ અમુલ પાર્લર (12)ઇગલ પાર્લર (13)ચંદુભાઈ દાળપકવાન વાળા (14)રાધેશ્યામ ડેરી ફાર્મ (15)ક્રિષ્ના ગાંઠિયા (16)જલારામ ખમણ (17)પાલજી સોડા શોપ (18)જલિયાણ ફરસાણ (19)ઉમિયા ફરસાણ (20)નીલકંઠ ડેરી ફાર્મ (21)ગુજરાત બેકરી (22)બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.
બાલાજી વેફર્સ અને શુદ્ધ ઘીના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજે નમુનાની કામગીરી દરમિયાન શુધ્ધ ઘી (લુઝ): સ્થળ- શ્રી પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન, જલારામ સોસાયટી, મોરબી રોડ, શુધ્ધ ઘી (લુઝ): સ્થળ- હરેરામ હરેકૃષ્ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી-1 કોર્નર, પેડક રોડ, શુધ્ધ ઘી (લુઝ): સ્થળ- માધવ ડેરી ફાર્મ, જય ખોડિયાર પાર્ક, સ્વાતી પાર્ક મેઇન રોડ, કોઠારીયા મેઇન રોડ, બાલાજી ક્ધચેસ સોલટેઝ વેફર્સ સ્થળ- બાલાજી સેલ્સ એજન્સી, માધાપર સર્વે નં.25, એરટેલ ઓફિસ પાસે સહિત ચાર નમુના લઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.
