રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરાવાતી: વિજ્ઞાન જાથાનો 1281મો કેસનો ભાંડાફોડ
નિકોલ વિસ્તારના અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાના છેલ્લા 30 વર્ષના ધતિંગ, દોરા-ધાગા, સંતાન પ્રાપ્તિ, દુ:ખ-દર્દ મટાડવાના દાવાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી 1281 મો સફળ પદાફાશ કર્યો હતો.
વિધિ-વિધાન, માંડવાના નામે એક લાખ રૂપિયાની ફી વસૂલતો હતો. રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરતો હતો. અમદાવાદમાં જયોતિષ, દોરા-ધાગા, દાણા જોઈ ઉપચાર કરતા ધતિંગબાજોથી છેતરાયેલા લોકો આધાર-પુરાવા સાથે માહિતી આપવા જાથાએ અપીલ કરી હતી.
બનાવની વિગત પ્રમાણે છેલ્લા 6 માસથી જાથાના કાર્યાલયે રૂબરૂ તેમજ ટેલીફોનમાં માહિતી આપવામાં આવી તેમાં નિકોલ વિસ્તારમાં ઘરમાં સામા કાંઠાની મેલડી મા અને મોગલ મા ને મઢ બનાવી દર મંગળવારે બપોર પછી ભુવા રાજુભાઈ પ્રજાપતિ જોવાનું કામ કરે છે. મહિલાઓનું પ્રમાણ વધુ હોય છે. નિ:સંતાને બાધા રાખી મઢમાં થોડિયાનું પ્રતિક મુકવાથી સંતાન પ્રાપ્તિને દેવ કરવામાં આવે છે. જુવારના દાણા પીવડાવવાથી રોગ મટે છે.
જાથાના ચેરમેન એડવોક્રેટ જયંત પંડયાએ નિકોલ ખાતે ખરાઈ કરવા ભક્તિબેન રાજગોર, ભાનબુને શેઠીયા, રવિ પરબતાણીને મોકલવામાં આવ્યા. તેમણે બનાવટી હકિકત મુકતા ભુવાએ જુવારના દાણા પીવડાવ્યા.
24 દિવસ ટેક આપી, આર્શિવાદ આપ્યા. પોતાના મઢના રૂૂમમાં વારાફરતી પીડિતોને બોલાવવામાં આવતા હતા. એકલી મહિલા-બે મહિલા અંદરના રૂૂમમાં જતા હતા ત્યાં ભુવો વિધિ-વિધાન કરતો હતો. દુ:ખ-દર્દ મટાડતો હતો.
નિકોલ પો. સ્ટેશનના હાજર પોલીસ કર્મીઓને ભુવાના કરતુતોથી માહિતગાર કરી ભુવાના મઢે જવાનું નક્કી થયું. જયાં ભુવો જોવાનું કામ કરતો હતો. રાજુ પ્રજાપતિના હોંશકોંશ ઉડી ગયા. જાથાના ચેરમેને પોતાનો પરિચય આપ્યો હતો. દાણા પાડવા, જોવાના કામની કબુલાત આપી દીધી હતી. લોકોને ભ્રમમાં નાખવું, રોગ મટાડવા જુવારના દાણા પીવડાવવા કાયદામાં પ્રતિબંધિત છે તેનાથી માહિતગાર કર્યા હતા.
ભુવા રાજુભાઈ પ્રજાપતિને પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું. જાથાએ ભુવા સામે કાર્યવાહી માટે પત્ર આપી પોલીસ પુછપરછ માટે કાયદેસરની માગણી કરી હતી. ભવિષ્યમાં ભુવો મોટો ગુન્હો આચરે નહિ તે સંબંધી પોલીસને હકિકત આપી હતી. જાથાએ 30 વર્ષના ધતિંગ બંધ કરાવવા કબુલાતનામું સાથે જાહેરમાં માફી પત્ર મેળવ્યું હતું. પ્રથમ વખત સુધરવાની તક આપવાનું મુનાસિબ રાખ્યું હતું. જાથાએ 1281 મો સફળ પર્દાફાશ કર્યો હતો.
