છ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનમાં પણ રોકાયો હતો

મધ્યપ્રદેશ ભાગી ગયા બાદ રાજસ્થાન થઈ ગુજરાત આવી જૂદી-જૂદી હોટેલો-ફાર્મહાઉસમાં રોકાતો હતો, દરરોજ સીમકાર્ડ બદલતો BZગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા હાલ ઝડપાઈ ગયો છે.…

મધ્યપ્રદેશ ભાગી ગયા બાદ રાજસ્થાન થઈ ગુજરાત આવી જૂદી-જૂદી હોટેલો-ફાર્મહાઉસમાં રોકાતો હતો, દરરોજ સીમકાર્ડ બદલતો


BZગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા હાલ ઝડપાઈ ગયો છે. જેમાં તેની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. BZગ્રુપનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ ભાગી ગયો હતો. જેમાં થોડો સમય મધ્યપ્રદેશમાં રહ્યા બાદ આરોપી ત્યાંથી રાજસ્થાન ભાગી ગયો હતો. ત્યારબાદ તે ગુજરાતમાં આવ્યો હતો.

જોકે ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં આવ્યા બાદ આરોપી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પણ ફર્યો હતો તેવી માહિતી સામે આવી છે. આરોપી પોલીસથી બચવા માટે જુદી જુદી હોટલોમાં તેમજ ફાર્મહાઉસમાં રોકાતો હતો. સાથે જ તે રોજ સીમકાર્ડ બદલતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સાથે જ આ આરોપીએ એક ચોક્કસ એપ્લિકેશન થકી વકીલ તેમજ મળતીયા સાથે વાતચીત કરતો હતો.

30 દિવસથી ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે કઈ રીતે CIDક્રાઈમના સકંજામાં આવ્યો સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાની બાતમી CIDક્રાઈમને મળી. બાદમાં એક યોજના બનાવવામાં આવી. જેમાં બધું જ સિક્રેટ રાખવામાં આવ્યું હતું. બપોરે 1 વાગ્યે CIDક્રાઈમ દ્વારા મહેસાણાના અલગ અલગ સ્થળો પર શોધખોળ શરૂૂ કરવામાં આવી.

ખાસ કરીને જેમની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સંપર્કમાં હોવાની આશંકા હતી એવા તમામ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરાઈ. સતત 3 કલાક સુધી CIDક્રાઈમ શોધખોળ અને પૂછપરછમાં લાગી. શંકાસ્પદ ઠેકાણાઓ પણ સર્ચ કરવામાં આવ્યું જે દરમિયાન એક મોટી બાતમી CIDક્રાઈમની ટીમને મળી અને 3 કલાકની મહેનત રંગ લાવી. જેમાં સાંજે 4 વાગ્યે મહેસાણાના દવાડા ગામે એક ખેતરમાંથી 6 હજાર કરોડના કથિત કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો. ઉલ્લેખનીય છે કે હાલ સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહાઠગની પૂછપરછ કરવામાં આવી રહી છે. 30 દિવસ બાદ આ મહાઠગ સકંજામાં આવ્યો છે. જેમાં હવે તેની જે પૂછપરછ કરવામાં આવી રહી છે તે પૂછપરછમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અનેક રહસ્યોનો થશે પર્દાફાશ, કોન્ટેક્ટમાં રહેલા લોકોનું આવી બનશે
મહેસાણાના દવાડા ગામના ફાર્મ હાઉસમાં રહેતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે. આરોપી ફાર્મ હાઉસમાં શાનથી જીવતો હતો. જોકે હવે તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઝાલા શંકાસ્પદ અને સામાજિક ક્ષેત્રની અગત્યની વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો. સીઆઈડી ક્રાઈમની ટીમે આ શંકાસ્પદ સંપર્કોના આધારે ઝાલા સુધી પહોંચવાની સફળતા મેળવી. સીઆઈડી ક્રાઇમ ઝાલાની ધરપકડ બાદ તેની જોડાયેલ તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પર વધુ તપાસ કરશે. જેને લઈને આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. સીઆઈડીની ટીમ હાલમાં શંકાસ્પદ સંપર્કવાળાઓ અને કૌભાંડની જાળ સાથે સંકળાયેલ અન્ય દસ્તાવેજો અને પુરાવાઓ શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાલા માત્ર પૈસા કમાવવા જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક ક્ષેત્રે પોતાનું નેટવર્ક બનાવી શકે તેવો પણ પ્રયાસ કરતો હતો. આ ધરપકડ સમગ્ર પોન્ઝી કૌભાંડ માટે મહત્વપૂર્ણ પર્દાફાશ છે.

ફાર્મહાઉસ માલિક ભવાની સેનાના અધ્યક્ષ કિરણસિંહની અટકાયત
ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર છેલ્લા એક મહિનાથી ફરાર બીઝેડ ગ્રૂપના ભુપેન્દ્ર ઝાલાને સીઆઇડી ક્રાઈમે મહેસાણાથી દબોબ્ચો છે. સીઆઇડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલાને શરણ આપનારને પણ દબોચ્યો છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી ઝડપાઈ ગયો છે. ભવાની સેના ગુજરાત અધ્યક્ષ એવા કિરણસિંહ ચૌહાણને પણ તેને આશરો આપવા બદલ તેના જ ફાર્મ હાઉસ ઉપરથી દબોચી લીધો છે. સીઆઇડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરી છે. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ થશે. ભૂપેન્દ્ર ઝાલાની મદદગારી બદલકિરણસિંહની ધરપકડ થઈ શકે છે. હાલમાં કિરણસિંહની ક્રાઈમ બ્રાન્ચે શરણ આપવા બદલ અટકાયત કરી છે. કિરણસિંહ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે. બીઝેડ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઇડી ક્રાઈમને આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *